
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 મે 2019, રવિવાર
હાલ ઓડિસામાં ભયંકર વાવાઝોડું આવતાં જ બહુ નુકસાન કરી ગયું છે. ત્યાંના લોકો બેઘર થઇ ગયા છે. વાવાઝોડાના નુકસાનને પહોંચી વળવા તેમજ ત્યાંના સ્થાનિકોની મદદ કરવા પીઢ અભિનેતાએ આર્થિક સહાયની ટહેલ નાખી છે.
પીઢ અભિનેતા અમિતાભબચ્ચને હાલમાં જ સોશિયલ મીડિયા પર એેક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે એક કવિતા લખી છે અને સાથેસાથે મુખ્ય પ્રધાનના રિલીફ ફંડમાં ઓડિસાના લોકો માટે મદદ મોકલવાની વિનંતી કરી છે. '' મેં તો ડોનેશન આપી દીધું છે, હવે તમે પણ કરો. અમિતાભનું આ ટ્વિટ સોસિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું.
'' ચાહે જિતના ભી હો પ્રચંડ તુફાન
હર તુફાન સે લડેંગે હમ
ન અકેલે તુમકો છોડા થા, ન અકેલે કભી છોડેંગે હમ
જો ઘર ઉજડ ગયે, ઉન્હેં ફિર સે બસાયેંગે હમ
હર ચોટ પર મરહમ લગાએંગે હમ''
આ કવિતા સાથે અમિતાભે સીએમ રિલીફ ફંડની સાથેએક લિન્ક પણ આપી છે જેના દ્વારા પણ ડોનેશન આપી શકાય છે તેમ જણાવ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLX52P
No comments:
Post a Comment