
ચીન,ભારત સરહદ પરની જમીન જ નહી હિમાલયન ઔષધિઓ અને તિબેટની પ્રાચિન સોવા રિંગ્પા પણ પોતાની હોવાનો દાવો કરે છે. બે વર્ષ પહેલા ચીને યુનેસ્કોમાં તિબેટની સોવા રિગ્પા સહિતની વિવિધ થેરાપીઓ મૂળ પોતાનો પ્રાચીન વારસો હોવાનું સ્વીકારવા અપીલ હતી. જયારે ભારતે પણ આયુર્વેદને મળતી આવતી સોવા રિગ્પાના ચીનના દાવાને પડકાર્યો હતો. ભારતે તો તિબેટની સોગા રિગ્પાને ૨૦૧૦માં માન્યતા પણ આપી છે જે ત્રીજી સદીમાં તિબેટથી ભારતમાં આવી હતી.
કેટલાક પશ્ચીમના વિદ્વાનોનું માનવું છે કે સોવા રિગ્પા ચિકિત્સાનો વિકાસ ૧૨ મી સદીમાં તિબેટીયન તબીબોને આભારી છે જયારે તેના મૂળ ૮ મી સદીએ તેનાથી પણ આગળ છે. તિબેટની સોવા રિગ્પા થેરાપીનો બૌધ્ધ ધર્મના સમયથી ભારત સાથે અતૂટ નાતો રહયો છે. એક બાજુ તિબેટ પર ૧૯૫૦ થી ચીને કબ્જો જમાવ્યો છે બીજી બાજુ તિબેટના શરણાર્થીઓ દલાઇ લામાના નેતૃત્વમાં ભારતમાં રેફયુજી સરકાર ચલાવે છે આવા સમયે ચીન અને ભારત મેડિસિનના મુદ્વે પણ હરિફાઇ રહે છે. મનની હિલિંગ થેરાપી ભારત,ચીન ઉપરાંત નેપાળ,ભૂટાન અને મોંગોલિયામાં પણ જોવા મળતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૨૦ વર્ષમાં પ્રાચીન ચિકિસ્સા પધ્ધતિઓની માર્કેટ વેલ્યું વધવાથી મહત્વ પણ વધ્યું છે. સોવા રિગ્પા તિબેટ ઉપરાંત હિમાલયી ક્ષેત્રોમાં પણ પ્રચલિત રીત છે. ભારતના હિમાલયી ક્ષેત્રમાં તિબ્બતિ અથવા આમચિ નામથી ઓળખાતી વિશ્વની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ માંની એક છે.
ભારતમાં સોવા રિગ્પાનો પ્રયોગ જમ્મુ કાશ્મીર, લડ્ડાખ, હિમાચલ, સિકિકમ, અરુણાચલપ્રદેશ તથા દાર્જીલિંગમાં થાય છે. એવું માનવામાં આવે છે કે સોવા રિગ્પાની ભગવાન બુધ્ધના સમયમાં ૨૫૦૦ વર્ષ પહેલા શોધ થઇ હતી. ત્યાર પછી પ્રસિદ્ધ ભારતીય ભારતીય વિદ્વાનોએ તેનો પ્રચાર પ્રસાર કર્યો હતો. આ ચિકિત્સા પધ્ધતિ અસ્થમા,બોન્કાઇટિસ અને આર્થરાઇટિસ જેવી ક્રોનિક બીમારીઓમાં રાહત આપે છે. સોવા રિગ્પાના મુખ્ય સિધ્ધાંત શરીર અને મન, એન્ટીડૉટ એટલે કે ઇલાજ, ઇલાજની પદ્ધતિ , બીમારીને દૂર કરનારી દવાઓ અને ફાર્મોકૉલોજી વગેરે છે.
સોવા રિગ્પા માનવ શરીરના નિર્માણ માટેના પાંચ ભૌતિક તત્વો, વિકારોની પ્રકૃતિ તથા તેના નિવારણના ઉપાયો કરવા પર ભાર મૂકે છે. ૨૦૧0માં સોવા રિગ્પા ૬ ઠી વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિ છે જેને માન્યતા આપવામાં આવી હતી. વિશ્વમાં આ પ્રકારની પ્રાચીન ચિકિત્સા થેરાપીનો ૧૦૦ કરોડ ડોલરથી વધુનો બિઝનેસ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtqwCQ
No comments:
Post a Comment