ચીનનું યાંગ્સી ગામ એટલે જાણે કે વેંતિયાઓનો મૂલક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ચીનનું યાંગ્સી ગામ એટલે જાણે કે વેંતિયાઓનો મૂલક





વર્ષો પહેલા પાઠય પુસ્તકોમાં વેતિયાઓના મૂલકમાં વાર્તા આવતી તેની યાદ અપાવે તેવું આ ગામ યાંગ્સી ચીનના દક્ષિણ પૂર્વ ભાગમાં સિચુઆન પ્રાંતમાં આવેલું છે. આ ગામમાં બધા જ લોકો ઠીંગુજી પેદા થાય છે. ગામમાં સૌથી ઉંચાઇ ઘરાવતો માણસ ૩ ફુટ ૧૦ ઇંચનો છે. જયારે સૌથી ઓછી ઉંચી ધરાવતા ૨ ફુટીયા લોકો તો પાર વગરના છે.

આ ગામમાં માણસની સરેરાશ ઉંચાઇ કરતા ઓછા ઉંચા લોકો કેમ પેદા થાય છે તેનો જવાબ વિજ્ઞાાનને પણ જડયો નથી. આજુ બાજુના વિસ્તારમાં યાંગસીને ઠીગુંજીઓનું ગામ તરીકે લોકો રમૂજ કરે છે પરંતુ આ ગામના ઉંચાઇની સમસ્યાથી પીડાતા હોવાના કારણે રોજીંદા જીવનમાં ખૂબજ તકલીફ પડે છે. ટેબલ પરથી ટીવીનું રીમોટ લેવામાં અને ટીવી જોવામાં પણ તકલીફ પડે છે.

ગામમાં પ્રવેશો એટલે કે જાણે કે કોઇ જુદા જ ગ્રહ પર આવી ગયા હોવાનો અનુભવ થાય છે. ગામના ઠીંગુજી વડિલોનું માનવું છે કે દાયકાઓ પહેલા ગામમાં એવો કોઇ વિચિત્ર રોગ ફાટી નિકળેલો જેના લીધે ૭ થી ૮ વર્ષના છોકરાઓના શરીર વધતા અટકી ગયા હતા. આ તકલીફ વારસામાં આવી એટલે ગામમાં હવે બધા જ ઠીંગુજીઓ પેદા થાય છે જો કે આ તો ગામ લોકોની વાયકા છે.

૧૯૫૧ના દાયકામાં તો શરીરના અંગ આપમેળે નાના થતા જતા હોવાની પણ અનેક ફરિયાદો સરકારને મળી હતી. પલાયન કરીને બીજે વસવા જવા લાગેલા કેટલાક લોકો માને છે કે જાપાને આ વિસ્તારમાં ઝેરી ગેસ છોડયો હતો ત્યારથી આ સમસ્યા ઉભી થઇ છે. જો કે ચીનના ઇતિહાસમાં આ વિસ્તાર કયારેય જાપાનની પહોંચમાં આવ્યો નથી. ઠીંગુજીઓના ગામ વિશે મોઢા એટલી વાતો થાય છે. કોઇ એમ પણ માને છે કે આ ગામના લોકોએ તેમના પૂર્વજોને બરાબર દફનાવ્યા ના હોવાથી પૂર્વજો ગુસ્સે થયેલા છે. તો કોઇ ગામમાં શેતાની આત્મા ફરતી હોવાની પણ વાત કરે છે.

જો કે આ અંધ શ્રદ્ધાથી વિપરીત ચીન સરકાર અને તેના વૈજ્ઞાાનિકોએ આ ગામના લોકોની શારીરિક રચના ઉપરાંત ગામની માટી અને હવા પાણીનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હોવા છતાં તારણ અને કારણ જડતું નથી.

એક અભ્યાસ મુજબ  વિશ્વમાં દર ૨૦ હજાર વ્યકિત ઠીંગુજી હોય છે પરંતુ આ રહસ્યમયી ગામમાં મોટા ભાગના ઠીંગુજીઓ વસવાટ કરે છે. દુનિયામાં જાણીતા બનેલા આ ગામના ઠીંગુજીઓ આકર્ષણ ઉભું કરવા માટે સરકારી કાર્યક્રમોમાં પણ લાલ કપડા પહેરીને ઉભા રહે  છે. તેમને પોતાના ઘર પણ નાના અને પોતાની સગવડ મુજબના તૈયાર કરાવ્યા છે. બહાર ગામથી લોકો જોવા આવે ત્યારે તેઓ પોતાની ઠીંગુજીપણાને વધારે મહેસુસ કરે છે. ચીન સરકાર આ વિદેશીઓને આ ગામની મુલાકાત લેવાની મંજુરી આપતી નથી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hl3OYp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages