લોસ એંજલ્સ તા.4 મે 2019 શનિવાર
વેડિંગ ક્રેશર્સ ફેમ અભિનેતા વિન્સ વૉનને રેકલેસ (બેફામ ) ડ્રાઇવિંગ માટે સજા થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. શુક્રવારે એને લોસ એંજલ્સ સુપિરિયર કોર્ટમાં હાજર કરાયો હતો.
૪૯ વર્ષના આ અભિનેતાએ ચૂપચાપ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ગયા વર્ષના જૂનની ૧૦મીએ મેનહટ્ટન બીચ પર એને રેકલેસ ડ્રાઇવિંગ માટે પકડવામાં આવ્યો હતો અને પોલીસે એનો આલ્કોહોલિક ટેસ્ટ પણ લીધો હતો.
પોલીસે કોર્ટને કહ્યું હતું કે એને વારંવાર વિનંતી કરવા છતાં એ કારની બહાર નીકળવા તૈયાર નહોતો. મહામુશ્કેલીએ એને બહાર કાઢ્યો ત્યારે એ બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં અને સોબ્રિયેટી ટેસ્ટમાં નિષ્ફળ નીવડયો હતો.
વિન્સે નીચા મોઢે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે એને રીતસર ખખડાવ્યો હતો કે લાખો લોકો પર પ્રભાવ પાડનારા તમારા જાવે પબ્લિક ફિગર આ પ્રકારનું વર્તન શી રીતે કરી શકે ?
કોર્ટે હજુ એની સજા જાહેર કરી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYzsOE
No comments:
Post a Comment