વડોદરા,તા,5,મે,2019,રવિવાર
વાસણા- ભાયલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી એક કિશોર સહિત બે વ્યક્તિઓના મોત નીપજાવી અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચાડનાર યુવકને અદાલતે એક વર્ષની કેદની સજા કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, તા.૯-૧-૨૦૧૭ ના રોજ આરોપી વિજય અમૃતલાલ મકવાણા ઉ.વ.૨૭ (રહે. આકાંક્ષા ફ્લેટ ન્યુ સમા રોડ) સફારી ગાડી લઇને નીકળ્યો હતો. કેફી પીણું પીધેલી હાલતમાં હોવા છતાંય કાર ડ્રાઇવ કરતા આરોપી વિજય મકવાણાએ વાસણા- ભાયલી રોડ પર રોડની સાઇડ પર ઉભેલી રીક્ષા તેમજ ૧૭ વર્ષના કિશોરને ગાડી અથાડી હતી. તે ઉપરાંત લક્ષ્મણભાઇ ઉદેસિંહ ચાવડા અને રતનભાઇ કાળુભાઇ પરમારને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે પૈકી રતનભાનું મોત નીપજ્યું હતું. અને ૧૭ વર્ષના કિશોરનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આ કેસ પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.સી. દોશીની અદાલતમાં ચાલી ગયો હતો.અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને બે લાખ રૃપિયાનો દંડ કર્યો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYkA4h
No comments:
Post a Comment