ફેન્ટસી કેમ્પ માટે જેનિફર ગાર્નરને સાઇન કરાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ફેન્ટસી કેમ્પ માટે જેનિફર ગાર્નરને સાઇન કરાઇ

લોસ એંજલ્સ તા.4 મે 2019 શનિવાર

અભિનેત્રી જેનિફર ગાર્નરને આગામી કોમેડી ફિલ્મ ફેન્ટસી કેમ્પ માટે સાઇન કરાઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

આ ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારીમાં છે

એબી કોહ્ન અને માર્ક સિલ્વરસ્ટાઇન એના સ્ક્રીપ્ટ લેખકો છે અને આ બંનેજ મોટે ભાગે ડાયરેક્શન કરવાનાં છે. આ ફિલ્મની સ્ટોરીલાઇનમાં મુજબ જુલી (ગાર્નર ) પોતાના કૉલેજ કાળની એક ફેન્ટસી ટુકડીને મળે છે, અહીં એેને પોતાના કાલ્પનિક ડરને દૂર કરવાની અને પોતાનાં સપનાં સાકાર કરવાની તક મળે છે એવી વાત વણી લેવામાં આવી છે.

અગાઉ આ ફિલ્મ ક્રિસ્ટન બેલ કરવાની હતી. પરંતુ ત્યારબાદ જેનિફરને સાઇન કરવામાં આવી. મૂળ સ્ક્રીપ્ટ સિદ કાર્ગરે તૈયાર કરી હતી જેની હાલ એબી અને માર્ક મઠારી રહ્યા હતા.  

ગ્રેગ સિલ્વરમેન અને એડમ કોલ્બ્રેનર આ ફિલ્મના સહનિર્માતા છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYSBBz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages