
નવી દિલ્હી, તા. 25 મે, 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધી પર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપવા માટે દબાણ વધી રહ્યું છે.
આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે રાહુલ ગાંધીએ સીવીસીની બેઠકમાં પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો જોકે તેમના રાજીનામાને પક્ષની સીવીસી બેઠકે નકારી દીધુ છે જેને પગલે રાહુલ ગાંધી પાસે જ કોંગ્રેસ પક્ષની કમાન રહેશે. બેઠક શરૂ થઇ ત્યારે જ રાહુલ ગાંધીએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી.
ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, મનમોહનસિંહ, મહાસચિવ પ્રિયંકા ગાંધી, એકે એંટની, પી ચિદંબરમ, મીરા કુમાર સહીત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું હવે અધ્યક્ષ પદ પર નથી રહેવા માગતો, અને પક્ષના એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.
એટલુ જ નહીં મારી જગ્યાએ પ્રિયંકા ગાંધીનું નામ પણ આગળ ન કરવામા આવે. કોઇ બિન કોંગ્રેસીને જ પક્ષ પ્રમુખનું પદ સોપવામાં આવે. જોકે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીના આ પ્રસ્તાવને નકારી દીધો હતો. તેથી હવે રાહુલ ગાંધી જ હાલ કોંગ્રેસના પ્રમુખ પદે બહાલ રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K9V2zg
No comments:
Post a Comment