હિમાચલ પ્રદેશમાં એક વ્યકિતના પેટમાંથી ચમચી, ચપ્પુ, ટૂથ બ્રશ, છરી મળી આવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

હિમાચલ પ્રદેશમાં એક વ્યકિતના પેટમાંથી ચમચી, ચપ્પુ, ટૂથ બ્રશ, છરી મળી આવ્યા


(પીટીઆઈ) શિમલા, તા. 25 મે, 2019, શનિવાર

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ડોક્ટર્સની ટીમે વિવિધ માનસિક બીમારીઓથી પીડાતા વ્યક્તિના પેટમાંથી ચમચી, સ્ક્રૂ ડ્રાઈવર, ટૂથ બ્રશ, છરી અને બારણાનો આંગળિયો સહિતની વસ્તુઓ બહાર કાઢી છે. 

કરણ સેન નામની ૩૫ વર્ષીય વ્યક્તિને પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદને પગલે લાલ બહાદૂર શાસ્ત્રી સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિ છેલ્લા બે દસકાથી સ્કિઝોફ્રેનિઆ નામની બીમારીથી પીડાય છે તેમ જાણવા મળ્યું છે. 

થોડા દિવસ પહેલા કરણે ઉદરનો ભાગ બહાર નીકળતો હોવાની ફરિયાદ કરી હતી જેથી તેને સુંદરનગરની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પેટ પર કાપો મુક્યા બાદ ડોક્ટરોને તેમાંથી સ્ક્રૂ ડ્રાઈવર મળી આવ્યું હતું જેથી તેને તાત્કાલિક મંડી જિલ્લામાં આવેલી લાલ બહાદૂર શાસ્ત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. એક્સ-રે અને રેડિયોગ્રાફી રિપોર્ટમાં તેના પેટમાં અનેક વિદેશી વસ્તુઓ હોવાની જાણ થઈ હતી. 

લાલ બહાદૂર શાસ્ત્રી કોલેજના આચાર્ય ડોક્ટર રજનીશ પથાનિયાએ જણાવ્યું કે કરણના ઓપરેશન માટે સર્જનોની ટીમને ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. ડોક્ટર રજનીશે તેમની કોલેજમાં પ્રથમ વખત આ પ્રકારની સર્જરી કરવામાં આવી હોવાનું અને કરણ હવે ભયમુક્ત હોવાનું જણાવ્યું. ઓપરેશન દરમિયાન ડોક્ટર્સની ટીમે તેના પેટમાંથી આઠ ચમચી, બે સ્ક્રૂ ડ્રાઈવર, બે ટૂથબ્રશ, એક રસોડામાં વપરાતી છરી અને બારણાનો આંગળિયો બહાર કાઢ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnqkcF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages