મુંબઇની ચૂંટણીમાં મતદાન ન કરવા બદલ થયેલી ટિપ્પણીઓથી અક્ષય કુમાર ભડક્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

મુંબઇની ચૂંટણીમાં મતદાન ન કરવા બદલ થયેલી ટિપ્પણીઓથી અક્ષય કુમાર ભડક્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 4 મે 2019, શનિવાર

મુંબઇમાં ૨૯ એપ્રિલના લોકસભાની ચૂંટણી દરમિયાન અક્ષય કુમારે વોટ ન આપતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. અક્ષયે ટ્રોલરોનેજડબાતોડ ઉત્તર આપીને આ વાતનો અંત આ ણ્યો છે. 

અક્ષયે જણાવ્યુ ંહતુ ંકે, '' મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે, અન ેએ વાત મેં કદી છુપાવી નથી. મને સમજ નથી પડતી કે લોકોને મારી નાગરિકતામાં આટલો બધો રસ કેમ છે અને એને લઇને નકારાત્મકતા કેમ ફેલાવામાં આવી રહી છે. મેં તો કદી આ વાત છુપાવી નથી, કે  ન તો ઇનકાર કર્યો છે. મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે. પરંતુ સાથેસાથે એ વાત પણ સાચી છે કે, હું છેલ્લા સાત વરસોમાં એક પણ વખત કેનેડા ગયો નથી. હું  ભારતમાં કામ કરું છું અને ટેક્સ પણ હું ભારતમાં જ ભરું છું.''

તેણે વધુમાં પોસ્ટ કર્યું હતું કે, '' આટલા વરસોમાં મને મારા દેશ ભારત પ્રત્યેનો પ્રેમ પુરવાર કરવાની જરૃર પડી નથી. પરંતુ હવે દુઃખ થાય છે કે,મ  મારી નાગરિકતા પર ખોટી બબાલ થઇ રહી છે. આ એક અંગત,કાયદાકીય અન ેગૈર-રાજનૈતિક વાત છે. આ એક ફાલતુ મુદ્દો ઉખેળવામાં આવ્યો છે. હજી પણ હું કહું છું કે, હું ભારતને મજબૂત બનાવા માટે મારાથી થશે તેટલું યોગદાન આપીશ.''

મુંબઇમાં ૨૯ એપ્રિલે મતદાન થયું ત્યારે મોટા ભાગની સેલિબ્રિટીઓએ મતદાન કર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર મુકી હતી. અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પણ વોટ આપ્યો હતો. પરંતુ અક્ષય મદતાન મથકે દેખાયો નહોતો. ત્યારથી આ મુદ્દા પર અક્ષય ટ્રોલ થઇ રહ્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V0MUCY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages