
ગાંધીનગર, તા.3 મે 2019, શુક્રવાર
ગાંધીનગર શહેરમાં પ૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની બેગો ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોેરેશનની ટીમે વિવિધ સેકટરોમાં તપાસ કરીને કુલ પ૦ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. આજે ઓચિંતા સે-૬, ૭, ર૧ અને ર૪માં ટીમોએ તપાસ કરતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હજુ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
રાજય પાટનગર ગાંધીનગર શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સપનાં જોવામાં આવી રહયા છે પરંતુ શહેરમાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહયો છે. પ૦ માઈક્રોનથી નાની પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ ફરમાવીને કોર્પોરેશન દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મામલે તપાસ નહીં થતાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ વધ્યો હતો.
ત્યારે આજે પ્લાસ્ટિક વિરોધી દળની ટીમ દ્વારા શહેરના સે-૬, ૭, ર૧ અને ર૪માં ઓચિંતી તપાસ કરવામાં આવતાં શોપીંગ સેન્ટરોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો પ૦ કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
દળના અધિકારી મહેશ મોડે જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે કડક હાથે કામ લેવામાં આવનાર છે અને આગામી દિવસમાં તબક્કાવાર એક પછી એક સેકટરમાં તપાસ કરવામાં આવશે અને આ પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાશે. આજે ઓચિંતી તપાસને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnCnn7
No comments:
Post a Comment