કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠીમાં પ્રદેશાધ્યક્ષ ચવ્હાણની નાંદેડમાં અને મુંબઈના અધ્યક્ષ દેવરાની મુંબઈમાં હાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠીમાં પ્રદેશાધ્યક્ષ ચવ્હાણની નાંદેડમાં અને મુંબઈના અધ્યક્ષ દેવરાની મુંબઈમાં હાર


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.23 મે 2019, ગુરુવાર

૧૭મી લોકસભા ચૂંટણી- ૨૦૧૯ના પરિણામો આજે ઘણા ચોંકાવનારા આવ્યા છે અને મોદીની સુનામીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ સાથે મુંબઈના અધ્યક્ષ ધરાશાયી થઈ ગયા છે. ૨૦૧૪માં બાલ બાલ બચેલા રાહુલ ગાંધી ૨૦૧૯ની ચૂંટણીમાં અમેઠી આ એમની પરંપરાગત બેઠક ઉપર સ્મૃતી ઈરાની સામે હારી ગયા ત્યાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વિદ્યમાન સાંસદ અશોક ચવ્હાણ નાંદેડમાં હારી ગયા છે. ત્યાં મુંબઈ કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષપદની માળા ચૂંટણીના ટાંકણે જ રાહુલએ જેમના ગળામાં પહેરાવી એવા માજી કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા શિવસેનાના અરવિંદ સાવંત સામે હારી ગયા છે.

અશોક ચવ્હાણ એમની લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં જ ના હતા તેમણે નાંદેડમાં એમના પત્ની અને વિધાનસભ્ય અમિતા ચવ્હાણ માટે લોકસભાની બેઠક માંગી હતી પણ મોવડી મંડળએ અશોક ચવ્હાણને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો આદેશ આપ્યો હતો. એટલે નાછૂટકે અશોક ચવ્હાણ ચૂંટણી લડયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતાપ પાટિલ ચિખલીકરએ એમને હરાવ્યા. ચિખલીકર નાંદેડ મહાપાલિકા ચૂંટણીના ટાંકણે શિવસેનામાંથી ભાજપમાં આવવાની તૈયારીમાં હતા અને લોકસભા ચૂંટણીના ટાંકણે તેઓ ભાજપમાં પ્રવેશ કરતા ઉમેદવારી મેળવીને આજે સાંસદ બન્યા. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટણીના ટાંકણે નિયુક્ત થયેલા મિલિંદ દેવરા પોતે ઉમેદવારી લેવા માટે નાખુશ હતા પણ એમને આખરે ઉમેદવારી અને અધ્યક્ષ પદ સ્વીકારવું પડયું પણ ચૂંટણીમાં અરવિંદ સાવંતએ દેવરાને ઘેરભેગા કર્યા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2we9E8V

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages