પાર્ટીની સ્થાપના બાદ એનસીપી પહેલી વાર 100થી વધુ બેઠકો જીતશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

પાર્ટીની સ્થાપના બાદ એનસીપી પહેલી વાર 100થી વધુ બેઠકો જીતશે


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.22 મે 2019, બુધવાર

છેલ્લી લોકસભા ચૂંટણીમાં શિવસેના- ભાજપ મહાયુતિ ૪૨ બેઠકો જીતી હતી પણ આ સમયે એનસીપી અને કોંગ્રેસ ૨૨ બેઠકો ઉપર જીત હાસિલ કરશે અને પાર્ટીની સ્થાપના થયા બાદ પહેલી જવાર એનસીપી મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો જીતશે, એવા શબ્દોમાં એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે ચૂંટણી મતગણતરીની પૂર્વ સંધ્યાએ વિશઅવાસ વ્યક્ત કર્યો.

હાલ જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ પોત પોતાના રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. પણ આ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અને પાર્ટીની સ્થાપના બાદ જે સફળતા મળી ના હતા એવી જીત અમે મેળવવાના  છીએ, એવું નવાબ મલિકે કહ્યું.

સવાલ ઇવીએમ મશીનનો નથી. સવાલ જીત કા  તો હારનો નથી પણ આ દેશમાં લોકતંત્ર અંગે લોકોનો વિશ્વાસ નિર્માણ કરવાનો મહત્વનો સવાલ છે. લોકોના મનમાં જો શંકા ઉત્પન્ન થતી હશે તો એ શંકાનું નિરાકરણ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે પણ ચૂંટણી પંચે જે રીતે વ્યવહાર કરી રહી છે એના કારણે લોકોના મનમાં શંકા વધતી જાય છે, એમ પણ નવાબ મલિકેએ કહ્યું. એનડીએને બહુમતિ મળશે નહીં.

દેશમાં હંગ પાર્લામેન્ટ થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમારી તાકાત સિમિત છે એટલે અમે મોટા હોદ્દાનો દાવો કરીશું નહીં. પણ શરદ પવાર મહત્વની ભૂમિકા ભજવશે, પર્યાયી સરકાર બનાવવા માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવશે. વડા પ્રધાન પદના શરદ પવાર દાવેદાર નથી એવું તેમણે વારંવાર સ્પષ્ટ કર્યું છે, એમ પણ નવાબ મલિકે ઉમેર્યું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M4g9Wk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages