
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 મે 2019, સોમવાર
હિંદી સિનેમામાં સાલના અંતિમ દિવસો હંમેશા મહત્વના અન ેધમાકેદાર હોય છે. આ વખતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનિત 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેને ૨૦૨૦માં વરસે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રણબીરે પોતાની ફિલ્મની રિલીઝ તારીખ લંબાઇ જવાથી જણાવ્યું હતુ ંકે, '' ે મારી છેલ્લી ફિલ્મ 'સંજુ'ને રીલિઝ થયાને ઘણો સમય વિતી ગયો છે. મને આશા હતી કે આ વરસે 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થશે પરંતુ તેની તારીખ પણ લંબાવામાં આવી છે. એક એકટરની ફિલ્મ રિલીઝનો વચ્ચે લાંબો સમય ગાળો સારો કહેવાતો નથી. તેથી હું આ નિર્ણયથી ચિંતાતુર થઇ ગયો છું.''
અયાન મુખર્જીએ સોશિયલમ ીડિયા પર જણાવ્યુ ંહતુ ંકે, અમે 'બ્રહ્માસ્ત્ર' માટે ૨૦૧૧થી કામ કરી રહ્યા છીએ. આ એક અમારી મહત્વકાંક્ષી ફિલ્મ છે. તેમાં હજી બહુ કામ બાકી છે, અને ડિસેમ્બરમાં રિલીઝ કરી શકાય એવી કોઇ શક્યતા નથી. હવે ફિલ્મની નવી રિલીઝ તારીખની જલદી જ ઘોષણા કરવામાં આવશે.
પરંતુ બોલીવૂડમાં એવી ચર્ચા થઇ રહી છે કે, સલમાન ખાનની 'દબંગ ૩' ૨૨ ડિસેમ્બરે રિલીઝ કરવાની ઘોષણા કરવામાં આવી છે. તેથી લાગે છે કે, કરણ જોહરે બહુ સમજી વિચારીને પોતાની ફિલ્મની રિલીઝ તારીખ લંબાવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત કરણ જોહરની છેલ્લી ફિલ્મ 'કલંક' નિષ્ફળ ગઇ હોવાથી તે બહુ સમજી વિચારીને નિર્ણય લઇ રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JDSv0b
No comments:
Post a Comment