મુંબઇ તા.14 મે 2019 મંગળવાર
શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ કબીર સિંઘનું ટ્રેલર સોમવારે રજૂ થયું ત્યારે મિડિયાએ ફિલ્મની હીરોઇન કિયારા અડવાણીને ટ્રેલરના સંદર્ભમાં પૂછ્યું હતું કે આ ફિલ્મમાં કેટલા કીસીંગ સીન છે કિયારાજી ?
બન્યું એવું કે ટ્રેલરમાં કીસનાં દ્રશ્યો જ વધુ દેખાયાં એટલે મિડિયાને અટકચાળું કરવાનું મન થયું. એક બટકબોલા મિડિયામેને કિયારાને સવાલ કર્યો, કબીર સિંઘ ફિલ્મમેં કિતને કીસીંગ સીન હૈં કિયારાજી ?
કિયારાએ હસતાં હસતાં જવાબ આપ્યો કે મેં આવા સીન્સ ગણ્યા નથી. તમે ફિલ્મ જોતી વખતે ગણી લેજો. અત્યાર અગાઉ ઇમરાન હાશમી બોલિવૂડના સિરિયલ કીસર તરીકે પંકાયો હતો. હવે કદાચ શાહિદ કપૂરનું નામ આવે તો નવાઇ નહીં પામતા.
મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની આ રિમેક છે જેને કબીર સિંઘ નામ આપવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ અર્જુન કપૂર કરવાનો હતો પરંતુ એણે એવો આગ્રહ સેવ્યો હતો કે સાઉથ ઇન્ડિયન ડાયરેક્ટરને બદલે હિન્દી ફિલ્મોના કોઇ ડાયરેક્ટરે હિન્દી રિમેકનું ડાયરેક્શન કરવું જોઇએ. પરિણામે અર્જુન કપૂરના સ્થાને શાહિદ કપૂરને લેવામાં આવ્યો.
આ જ સવાલના જવાબમાં શાહિદ કપૂરે પણ સરસ રમૂજી જવાબ આપ્યો. એણે કહ્યું, ઇસી બાત કા તો પૈસા હૈ. કિતને કીસીંગ સીન હૈં વહ દેખને કે લિયે આપ કો ફિલ્મ દેખની પડેગી, સમજે ના ?
કબીર સિંઘ જૂનની ૨૧મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JiOq1U
No comments:
Post a Comment