દીપિકા પદુકોણે રિશી કપૂરના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા ન્યૂયોર્કમાં તેની મુલાકાત લીધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

દીપિકા પદુકોણે રિશી કપૂરના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા ન્યૂયોર્કમાં તેની મુલાકાત લીધી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 મે 2019, સોમવાર

 ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી પછી દીપિકા પદુકોણે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને રિશિ કપૂરને મળવા ગઇ હતી. 

દીપિકાના ત્યાં પહોંચતા જ રિશી અને નીતુ ખુશ થઇ ગયા હતા. જેની પોતાની સાથેની તસવીર નીતુએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી. નીતુ અને રણબીરની બહેન રિદ્ધિમાએ  દીપિકાને એક હીરા જડિત  બ્રેસલેટ ભેટ આપ્યું હતું. જેની તસવીર દીપિકાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર મુકી હતી. સાથે કેપ્શન લખ્યુ ંહતુ ંકે, '' દુઆઓ  અને પ્રેમ''. નીતુએ સોશિયલમ ીડિયા પર દીપિકા સાથે સમય પસાર કર્યાની તસવીરો મુકી હતી. આ તસવીરોમાં દીપિકા, રિશી અને નીતુ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણબીર  એક સમયે ગળાડૂબ પ્રેમમાં હતા. જોકે તેમનો આ સંબંધ બહુ લાંબો ચાલ્યો નહોતો. પરંતુ દીપિકા આ બ્રેકઅપ બાદ ડિપ્રેશનનો ભોગ બની ગઇ હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JiDJwv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages