મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે ઈન્દોરના ચૂંટણી પ્રવાસે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે ઈન્દોરના ચૂંટણી પ્રવાસે

ગાંધીનગર, તા. 13 મે 2019, સોમવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાશે. વિજય રૂપાણી સોમવારે સાંજે 6 વાગ્યે ઇન્દોર પહોંચશે. 

તેઓ ઇન્દોર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી શંકર લાલવાણીના સમર્થનમાં જાહેરસભા સંબોધવાના છે. મુખ્યમંત્રી તા.14 મે મંગળવારે સવારે ઉજ્જૈનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. 

લોકસભા ચૂંટણીઓના સાતમા તબક્કામાં આગામી તા.19 મેના જે 8 રાજ્યોની 59 સંસદીય બેઠકો માટે મતદાન થવાનું છે. તેમાં મધ્યપ્રદેશની બેઠકોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન બેઠકો માટે ભાજપના પ્રચાર અભિયાનમાં જોડાવાના છે. તેઓ મંગળવારે બપોરે ગુજરાત પરત આવશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q5e8HV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages