ફેસબુકને ગંભીરતાથી લઇ તેના પર નિયંત્રણ લાદવા જ પડશે : કમલા હેરિસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ફેસબુકને ગંભીરતાથી લઇ તેના પર નિયંત્રણ લાદવા જ પડશે : કમલા હેરિસ


વોશિંગ્ટન, તા.14 મે, 2019, મંગળવાર

અમેરિકાના ૨૦૨૦ના  પ્રમુખપદની રેસમાં સામેલ ડેમોક્રેટ્સ સેનેટરો પૈકીના એક ભારતીય મૂળના કમલા હેરિસે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકાએ ફેસબુક પર નિયંત્રણ રાખવા ગંભીર બનવું પડશે.

તેમણે કહ્યું હતુ ંકે વિશ્વના સૌથી મોટા સોશિયલ  મીડિયા કંપની એક અત્યંત જરૃરી સાધન (યુટિલીટી) બની ગયું છે. છતાં તેની પર કોઇ જ નિયંત્રણ નથી. મોટાભાગની ટેક કંપનીઓ જ્યાં કાર્યરત છે એ કેલિફોર્નિયાના સેનેટર હેરિસે કહ્યું હતું કે  ફેસબુકની વૃધ્ધિ દરરોજ વધતી જ જાય છે.

એણે ગ્રાહકોના હિતને પ્રાથમિકતા આપી છે, ખાસ તો ગોપનિયતાને, એમ તેમણે સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.'હું માનું છું કે આપણે ગંભીરતાપૂર્વક એ તરફ જોવાની જરૃર છે. જ્યારે આપણે આ મુદ્દે વિચાર કરીએ છીએ તો લાગે છે કે આ તો અત્યંત જરૃરી છે'એમ ૫૪ વર્ષના કમલા હેરિસે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે આજે તો ભાગ્યે જ એવી કોઇ વ્યક્તિ હશે જે સોશિયલ  મીડિયા વગર રહી શકે. તેમને સમાજમાં અને સમુદાયમાં રહેવા માટે પણ સોશિયલ મીડિયાની જરૃર પડે છે. તેના વગર કોઇ પણ વ્યક્તિને વાણીજ્યના કોઇ પણ સ્તરે રહેવું મુશ્કેલ છે.

' આમ આપણે તેને જે છે તે માનવું જ પડશે. એ ખરેખર એક અનિવાર્ય છે છતાં તેની પર કોઇનું નિયંત્રણ નથી. જ્યાં સુધી મારા સવાલ છે તેને રોકવું જ જોઇએ'એમ હેરિસે ઉમેર્યું હતું.અગાઉ ૨૦૨૦ના એક અન્ય ડેમોક્રેટ ઉમેદવાર સેનેટર એલિઝાબેથ વારને પણ કહ્યું હતું કે ફેસબુકને બ્રેક કરવું જોઇએ.ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વના ફેસબુક પર અનેક નિયમનનકારી સંસ્થાઓની નજર રહે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YB58gX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages