નડિયાદની કમળા ચોકડી પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

નડિયાદની કમળા ચોકડી પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત


નડિયાદ,તા.13 મે 2019, સોમવાર

નડિયાદ નજીક આવેલ કમળા ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં આઇશર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.

નડિયાદ નજીક આવેલ કમળા ચોકડી બ્રિજ પર આજે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમાં આણંદ ખાતે રહેતા તોફીક હાજીનુર મહમંદ વ્હોરા ઉં.૪૫ ડભાણ આવ્યા હતા.ડભાણથી દિકરી માટે જીન્સનુ પેન્ટ લેવા માટે કમળા નજીક આવેલ જીન્સ ફેકટરી ખાતે જઇ રહ્યા હતા.તે સમયે બ્રિજના વળાંક પર આઇશર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી.

જેના કારણે તોફીક હાજીનુર મહંમદ વ્હોરા ઉં.૪૫નુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.જ્યારે દિકરી ફીઝાબેન તોફીકભાઇ વ્હોરા ઉં.૧૫ને ગંભીર ઇજાઓ પહોચી હતી.

જેથી તેને નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.આમ દિકરીનુ જીન્સનુ પેન્ટ લેવા જતા બાપ-દિકરીને આઇશરનો ચાલક ભરખી જતા બાપનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.આ બનાવ અંગે નજિયાદ રૂરલ પોલીસ મથકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ અંગેની કામગીરી ચાલી રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JeCVZq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages