નડિયાદ બસ સ્ટેન્ડ પાસે બસ અને સાઈકલ અથડાતા ટ્રાફિક જામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે બસ અને સાઈકલ અથડાતા ટ્રાફિક જામ


નડિયાદ, તા.13 મે 2019, સોમવાર

સોમવારના રોજ નડિયાદમાં હાર્દસમા વિસ્તાર  બસ મથક નજીક સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેમાં નડિયાદથી નવાગામ જતી એસ.ટી બસ નં.જી.જે.૧૮ વાય.૫૮૦૩ના ચાલકે બસ મથક નજીક સંતરામ રોડ ઉપર એક સાયકલ સવારને અડફેટે લીધો હતો. આ બનાવમાં સાયકલ ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. 

જ્યારે એસ.ટીના ચાલક પોતાની બસ બનાવ સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.જોકે આ બનાવમાં યુવક બચી જતાં તેના માથેથી મોટી ઘાત ટળી હતી.જ્યારે સાયકલ એસટીના અગળના વ્હિલમાં આવી જતાં લોચો વળી ગઈ હતી.

બસ સ્ટેન્ડથી માત્ર ૧૦૦ ફુટના અંતરે સર્જાયેલા આ અકસ્માતના લીધે  સવારે  આ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો. નવાઈની વાત તો એ છે કે અક્ષર મોટેલ નજીક જ ટ્રાફિક પોઈન્ટ આવેલ છે.પરંતુ આ અકસ્માત ટાણે માત્ર બે જ ટી.આર.બી જવાન હાજર હતા.જ્યારે અકસ્માતના સ્થળે કોઇ જ જવાન હાજર ન હતા.અત્રેઉલ્લેખનીય છે કે પોલીસ જવાનને પોઈન્ટ ઉપર હાજર થવાનો સમય ૯ વાગ્યાનો છે.

જ્યારે આ અકસ્માત સવારના ૯ઃ૨૫ મીનીટે સર્જાયો હતો.તેમ છતાં અકસ્માતના સ્થળે કોઇએ આવવાની તસ્દી લીધી નહતી. અકસ્માતના ૩૫ મીનીટ બાદ એસટીના સંચાલકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતના ૪૫ મીનીટ બાદ  બસને ડેપોએ પહોંચાડાઈ હતી. આમ આ અકસ્માત બાદ અંદાજે એક કલાક સુધી આ રસ્તા પર ટ્રાફિક જામ રહ્યો હતો.

ટીઆરબી અને ટ્રાફિક પોલીસ માટે સૂચન કરીશું : અધિકારી

આ અંગે ટ્રાફિકના અધિકારી વી.પી.પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો ૯ઃ૦૦ વાગ્યે ઓફિસમાં સહી કરી ફરજ પર હાજર થઇ જાય છે.તેમ છતા આ પોઇન્ટ પર મુકવામાં આવેલ ટી.આર.બી જવાનો અને ટ્રાફીક પોલીસ સમયસર હાજર રહે તે માટે સ્પેશિયલ કેસમાં સુચન કરીશુ તેમ જણાવ્યુ હતુ.

ડ્રાઈવર-કન્ડકટર સામે તપાસ થશે : ડેપો મેનેજર

આ અંગે નડિયાદ એસ.ટી.ડેપો મેનેજર રીનાબેન  દરજીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ અંગે ડ્રાઇવર કંડકટર સામે વિભાગીય તપાસ હાથ ધરાશે. તેમણે ઉમેર્યુ હતુ કે પોલીસ ન આવે ત્યા સુધી બસ હટાવી શકાય નહી .માટે ઘટના સ્થળે બસ મુકી રખાઇ હતી.સુપરવાઇઝરે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.તેમ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q0YFsx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages