રિતિક રેાશન નડિયાદવાલાને હા પાડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

રિતિક રેાશન નડિયાદવાલાને હા પાડી

મુંબઇ તા. 13  મે 2019 સોમવાર 

એ લિસ્ટના અભિનેતા રિતિક રેાશને સાજિદ નડિયાદવાલાની આગામી એક્શન ભરપુર ફિલ્મ માટે હા પાડી હોવાની માહિતી મળી હતી.

છેલ્લી ત્રણ પેઢીથી નડિયાદવાલા પરિવાર મોખરાના ફિલ્મ સર્જકો ગણાય છે. અગાઉ આ પરિવાર ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. નડિયાદવાલાના પ્રવક્તાએ કહ્યું કે રિતિકે હા પાડી એટલે હવે ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. અમારી પાસે સ્ક્રીપ્ટ તૈયાર છે. એકવાર ડાયરેક્ટર નક્કી થઇ જાય એટલે બાકીના કલાકારો અને અન્ય વિગતો પણ નક્કી થઇ જશે. અમને પહેલાં રિતિકના જવાબની ઇંતેજારી હતી. રિતિકને સ્ટોરીલાઇન ગમી છે અને એણે કરવાની હા પાડી છે એેટલે અમારું અડધું કામ તો થઇ ગયું.

આ ફિલ્મની સ્ક્રીપ્ટ રોહિત ધવને તૈયાર કરાવી હતી પરંતુ એમાં કેટલાક ફેરફારો જરૃરી જણાતા હતા. સાથોસાથ રિતિકે પણ એમાં થોડાં સૂચનો કર્યાં હતાં. એકવાર સ્ક્રીપ્ટ લૉક થઇ જાય પછી અમે આગળ વધીશું.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LFG8Dz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages