
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 મે 2019, રવિવાર
અક્ષય કુમાર કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે તેનો વિવાદ હજી થંભ્યો નથી. અભિનેતાએ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે, તેની પાસે ભલેે કેનેડાનો પાસપોર્ટ હોય, પરંતુ તે ભારતમાં વ્યવસાય કરે છે અને ટેક્સ પણ ભરે છે. આ ઉપરાંત તે છેલ્લા સાત વરસથી કેનેડા ગયો નથી. મતદાન બાદ હવે તેને મળેલા નેશનલ એવોર્ડ પર બબાલ શરૃ થયો છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટીપ્પણી કરી છે કે, કેનેડાની નાગરિકતા ધરાવનારને નેશનલ એવોર્ડ મળવો ન જોઇએ. અભિનેતાને ૨૦૧૬માં ફિલ્મ 'રૃસ્તમ' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોકે અક્ષયની મદદે રાહુલ ઢોલકિયા આવ્યો છે. તે નેશનલ ફિલમ એવોર્ડસની જ્યૂરીનો સભ્ય રહી ચુક્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યુ ંછે કે, '' નેશનલ એવોર્ડ વિશે હું થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું.
લોકોમાં એવી ગેરસમજ છે કે, ભારતીય નાગરિકતા ન ધરાવતા હો તો નેશનલ એવોર્ડ ન મળવો જોઇએ. પરંતુ વાસ્તવિકતા કાંઇક જુદી જ છે. વિદેશી મૂળના લોકોને પણ નેશનલ એવોર્ડ આપી શકાય છે. આ નિયમોના અનુસાર છે. હું પોતે નેશનલ ફિલમ એવોર્ડ જ્યુરીનો હિસ્સો રહી ચુક્યો છું. તેમજ મારા સાથી મનોજ શ્રીવાસ્તવને પણ મને નેશનલ એવોર્ડ વિશેના કાયદાની કોપી મોકલી છે, તે પણ હું અહીં પોસ્ટ કરું છું.''
આ સાથે ડાયરેકટરે એક સ્ક્રીન શોટ શેયર કર્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોને-કોને નેશનલ એવોર્ડ આપી શકાય છે. વધુમાં તેમણે કહ્યું છે કે, લોકોના મનમાંથી હવે શંકા દૂર થઇ ગઇ હશે કે અક્ષય કુમાર નેશનલ એવોર્ડના હકદાર છે કે નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vDyDSD
No comments:
Post a Comment