રિશી કપૂરે કેન્સર સામે જંગ જીત્યાની ઘોષણા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

રિશી કપૂરે કેન્સર સામે જંગ જીત્યાની ઘોષણા કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 3 મે 2019, શુક્રવાર

રિશી કપૂરે કેન્સર ફ્રી થયાની ઘોષણા કરી છે. તેણે તેના આ મુશ્કેલ સમયમાં પત્ની નીતુએ સાથ આપ્યો હોવાનો ગર્વ અને આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેના  સંતાનો પુત્ર રણબીર અને રિદ્ધિમાએ પણ પોતપોતાની રીતે આ જવાબદારીમાં સાથઆપ્યો હતો.

'' નીતુ મારા આ સમયમાં મારી પડખે જ હતી. મને સંભાળવો બહુ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને આહાર અને ડ્રિન્ક માટે હું ચરી પાડી શકતો નથી. મારા પુત્ર રણબીર અને પુત્રી રિદ્ધિમાએ મને મારા કપરા સમયમાં સાથ આપ્યો છે તેનાથી હું ગર્વ અનુભવી રહ્યો છું,'' તેમ રિશીએ જણાવ્યું હતું. 

તેણે વધુમાં કહ્યું હતુ ંકે, '' મારી આઠ મહિનાની સારવાર પુરી થઇ જશે. ભગવદ કૃપાથી હું હવે કેન્સર મુક્ત થઇ ગયો છે. મારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવાનું છે, આ પ્રક્રિયાને બે મહિના લાગશે. એ પછી હું ભારત પાછો ફરીશ. મારા પરિવાર અને મારા ચાહકોની પ્રાર્થનાને કારણે હું આ મુશ્કેેલ સમયમાંથી પસાર થઇ શક્યો છું.હું બધાનો આભાર માનું છું. આ બીમારીમાં પીડિત વ્યક્તિએ ધીરજ રાખવી પડતી હોય છે. પરંતુ મારામાં આ ગુણ જ નથી. મને ભગવાને આ બીમારી દ્વારા ધીરજ રાખતા શીખવી દીધું. આ બીમારીમાંથી સાજા થવાનો પ્રક્રિયા ખાસ્સી લાંબી હોય છે, પરંતુ તેમાંથી પાર પાડતાં ભગવાન કૃપા મળ્યાની લાગણી થાય છે.'' 

રિશીએ ગયા વરસે અમેરિકા જતો હતો ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. જેમાં તેણે  પોતાની બીમારીનો ઉલ્લેખ વગર જ સારવાર કરવા અમેરિકા જાય છે તેમ જણાવ્યુ ંહતું. સપ્ટેમ્બર ૨૦૧૮માં તેણે ટ્વિટર પર પોસ્ટ મુકીને પોતાની બીમારીની વાત કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y4WzdQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages