
(પીટીઆઇ) લખનઉ, તા. 4 મે, 2019, શનિવાર
રાજકારણમાં દોસ્તો પણ દુશ્મન બની જતા હોય છે અને દુશ્મનો પણ દોસ્ત બની મદદ કરતા હોય છે, પરંતુ લખનઉમાં તો કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને પત્ની પુનમ સિંહાને મદદ કરે છે.
શત્રુએ કહ્યું હતું કે હું મારો પતિ ધર્મ નીભાઉં છું અને તેમના મત વિસ્તારમાં સાથે જ રહીશ.' મેં પતિ ધર્મ બજાવ્યો છે. લખનઉમાં ચૂંટણી પુરી થયા પછી પુનમ સિંહા પત્ની ધર્મ બજાવશે'એમ અભિનેતા અને કોંગ્રેસના પટણા સાહીબના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું.
લખનઉમાં છટ્ટી મેના રોજ જ્યારે પટણા સાહીબમાં ૧૯ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે.આમ તો તેઓ હરિફ પક્ષો તરફથી ચૂંટણી લડી રહ્યા છે છતાં સમાજવાદી પક્ષ તરફથી ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિંહાના પત્નીએ ઉમદેવારી ફોર્મ ભર્યું ત્યારે પણ શત્રુઘ્ન સિંહા હાજર રહ્યા હતા. જો કે કોંગ્રેસના નેતા અને લખનઉના ઉમેદવાર પ્રમોદ ક્રિષ્નને આ વાત ગની નહતી અને તેમણે વાંધો લીધો હતો.
ઉપરાંત સપાના પ્રમુખ અખિલેશ યાદવ સાથે એક જ મંચ પર શત્રુઘ્ન સિંહાના બેસવા અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. 'શત્રુઘ્ન સિંહાના વ્યવહારથી લાગતું નથી કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોય અને તેમણે હજુ સુધી આરએસએસમાંથી રાજીનામું પણ આપ્યું નથી'એમ તેમણે કહ્યું હતું. જો કે શત્રુઘ્ન સિંહા એ આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ ક્યારે પણ સંઘના સભ્ય હતા જ નહીં. 'હું અને યશવંત સિંહા જ સંઘના સભ્યો નથી. મને તો નાનાજી દેશમુખ ભાજપમાં લાવ્યા હતા તે જ મહત્ત્વનું છે'એમ તેમણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WmI0lm
No comments:
Post a Comment