છેલ્લા પાંચ વર્ષમાં બેકિંગ સિસ્ટમ પડી ભાંગી, વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા વધીને બમણી : કોંગ્રેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

છેલ્લા પાંચ વર્ષમાં બેકિંગ સિસ્ટમ પડી ભાંગી, વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા વધીને બમણી : કોંગ્રેસ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩

કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ મૂક્યો છે કે પાંચ વર્ષના શાસનમાં ભારતની બેકિંગ પ્રણાલી પડી ભાંગી છે અને વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા બમણી થઇ ગઇ છે. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીફ સૂરજેવાલાએ ટ્વિટર પર ભાજપ નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારને ઔ'સૂટ-બૂટ ઓર લૂટ કી સરકાર' ગણાવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે બેકિંગ સિસ્ટમ પડી ભાંગી છે. વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા બમણી થઇ ગઇ છે. દેવાદારોની સંખ્યા ૫૦૯૦થી વધીને ૧૧૦૦૦ થઇ ગઇ છે. 

સૂરજેવાલાએ વધુમાં દાવો કર્યો છે કે કીંમતના સંદર્ભમાં પણ વિલફૂલ ડિફોલ્ટના પ્રમાણમાં ૩૦૮ ટકાનો વધારો થયો છે. મોદી સરકારનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે ત્યારે વિલફૂલ ડિફોલટની રકમ વધીને ૧,૨૧,૭૦૦ કરોડ રૃપિયા થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ૨૮ એપ્રિલના રોજ વિરોધપક્ષોએ માગ કરી હતી કે ભાજપ નેતૃત્ત્વવાળી સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ને નિર્દેશ આપે કે તે વિલફૂલ લોન ડિફોલ્ટર્સના નામ જાહેર કરે. 

વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકાર આરબીઆઇને નિર્દેશ એટલા માટે આપી રહી નથી કારણકે તે પોતાની મૂડીવાદી મિત્રોનું રક્ષણ કરવા માગે છે. 

સૂરજેવાલાએ પ્રશ્ર કર્યો છે કે ભાજપ સરકાર શા માટે વાર્ષિક ઇન્સ્પેકશન રિપોર્ટની માહિતી જારી કરવા આરબીઆઇને નિર્દેશ આપતી નથી? 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૬ એપ્રિલે સુપ્રીમ કોર્ટે આરબીઆઇને આરટીઆઇ હેઠળ માહિતી જારી કરવાની છેલ્લી તક આપી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbAiXy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages