ઈરાનથી ઓઈલ સપ્લાય બંધ થતાં ભારત ગુયાનાથી આયાત કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

ઈરાનથી ઓઈલ સપ્લાય બંધ થતાં ભારત ગુયાનાથી આયાત કરશે


નવી દિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર

ઈરાન પછી ભારત ઓઈલની સપ્લાય માટે નવી જગ્યા સોધી રહ્યો છે. વિશ્વના ત્રીજા ક્રમનો સૌથી વધારે ઓઈલની આયાત કરતો દેશ હવે ઈરાનની જગ્યાએ ગુયાનામાંથી ઓઈલની આયાત કરવાની યોજના ધરાવે છે. અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને ઈરાનમાંથી ઓઈલની આયાત કરવા માટે છ મહિના સુધી મંજુરી આપી હતી છે જે ગાળો તાજેતરમાં સમાપ્ત થઈ ગયો છે.

આજેથી ભારત ઈરાનમાંથી ઓઈલની આયાત સંપૂર્ણ રીતે બંધ કરશે. હવે ભારત ગુયાનામાંથી ઓઈલની આયાત કરવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે, ગુયાના સાઉથ અમેરિકામાં આવેલો છે જેની બાજુમાં વેનેઝુએલા અને બ્રાઝિલ આવેલો છે. 

ભારત સરકારે જણાવ્યુ કે, ગુયાનામાં ઓઈલની આયાત કરવાની ભારત પાસે સારી તક રહે છે. ઓઈલના ઉત્પાદનમાં ગુયાના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. ભારત એનર્જીનો વૈકલ્પિક માર્ગ સોધી રહ્યો છે. એનર્જી બાસ્કેટમાંથી ઈરાનની બહાર કરવામાં આવતા ૧ર૦ લાખ ટન ક્ડ ઓઈલની ગેપ પુર્ણ કરવી સૌથી મોટો પડકાર રહેવાનો છે. ભારત સરકાર ગુયાનાને ઈરાનનો વિકલ્પ માની રહી છે.

અત્યારે સુધીમાં ભારતીય એનર્જી કંપનીઓએ વિશ્વના ર૮ દેશોની એનર્જી ઈક્વિટીનો હિસ્સો ખરીદવા ૩૮ અબજ ડોલરનું રોકાણ કર્યુ છે જેમાં ઓસ્ટ્રેલિયા, અઝરબેઝાન, બંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, લિબિયા, નાઈઝિયા અને રશિયા જેવા દેશમાં ભારતીય એનર્જી કંપનીઓ રોકાણ કર્યુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZSxnsK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages