
- ફોમ સ્પ્રે કરી બર્થ-ડે બોયને માર મારીને ક્રુર રીતે સેલીબ્રેશનના કિસ્સા સામે આવ્યા બાદ પોલીસ કમિશ્નરે આદેશ કર્યો
સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં અડધી રાત્રે કેક લઇને જાહેર માર્ગો પર બર્થ-ડે ઉજવી શકાશે નહીં. બર્થ-ડે ઉજવવા માટે જે સેલ ટેપ લગાડી કેમિકલ ફોર્મ છાંટીને જે ક્રુરતાથી ઉજવવાઇ રહયો છે. તેની સામે પોલીસ કમિશ્નરે લાલ આંખ કરીને રાત્રીના સમયે જાહેર જગ્યાએ બર્થ-ડે ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે.
સુરત શહેર પોલીસને રજુઆત તથા સોશીયલ મીડીયાના માધ્યમથી માહિતી મળી હતી કે સુરત શહેરના અમુક વિસ્તારોમાં ખાસ કરીને હાઇસ્કુલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણીના બહાને જાહેરજનતાને ખલેલ પહોંચાડે છે. ખાસ કરીને બર્થ-ડે બોયને ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ અન્ય ફોર્મ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના પોલીસને ધ્યાને આવી હતી. આવા પ્રકારની હિંસાત્મક અને ક્રુર ઉજવણીમાં વ્યકિતનું મૃત્યુ નિપજવાની શકયતાઓ રહેલી છે.
આવી રજુઆતો મળતા સુરત શહેર પોલીસ કમિશ્નરે સુરત શહેરમાં રાત્રીના સમયે જાહેર બાગ, બગીચા, રોડ કે રસ્તા પર, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ જાહેર જનતાને ત્રાસ થાય તેમજ જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યાઓમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્વ કર્યુ છે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vm9Xsr
No comments:
Post a Comment