આઠમું પાસ કરી ચૂકેલા આશરે બાર જેટલા વિધાર્થીઓને નવમાં ધોરણમાં પ્રવેશ ન અપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

આઠમું પાસ કરી ચૂકેલા આશરે બાર જેટલા વિધાર્થીઓને નવમાં ધોરણમાં પ્રવેશ ન અપાયો

સુરત, તા. 13 મે 2019, સોમવાર

રાજ્ય સરકારની "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની સૂફીયાની વાતો વચ્ચે સરકારી શાળાના ધોરણ આઠમા અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા બાર જેટલા વિધાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવ્યા છે. 

આરોપ છે કે શાળાના આચાર્ય અને સંચાલકો દ્વારા ધોરણ આઠમા વિધાર્થીઓના ટકાવારી ઓછી આવતા નવમાં ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું નથી. જો કે તેની સાથે વાલીઓએ આરોપ પણ મુક્યો છે કે પૈસાના જોરે અન્ય વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારના આ અભિયાન વચ્ચે ગુજરાત અભ્યાસમાં કઇ રીતે આગળ વધશે તે મોટો સવાલ છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ પીર ફળીયાની પ્રાથમિક શાળાના ધોરણ આઠમા અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા આશરે બાર જેટલા વિધાર્થીઓને સુમન-શાળાના ધોરણ નવમા પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે.

પીર ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં ગરીબ અને આદિવાસી વર્ગના બાર જેટલા વિધાર્થીઓએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જો કે ધોરણ આઠ બાદ નવમા પ્રવેશ મેળવવા વિધાર્થીઓએ રીતસર અટવવાનો વારો આવ્યો છે. 

શરૂઆતમાં વિધાર્થીઓના ફોર્મ સ્વીકારી લેવામાં આવશે તેવી વાત શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. પરંતુ બાદમાં ઓછી ટકાવારી કારણે પ્રવેશ નહિ આપવામાં આવે તેવી સાફ વાત વિધાર્થીઓના વાલીને મોઢા પર ચોપડાવી દેવામાં આવી હતી. જેના કારણે વિધાર્થીઓના ભવિષ્યને લઈ વાલીઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું. 

આદિવાસી અને ગરીબ વર્ગના લોકો માટે સેવાભાવિ કાર્ય કરતી બિટીએસ સેનાએ દ્વારા ગરીબ વિધાર્થીઓ જોડે થતા અન્યાય ને લઇ જિલ્લા સેવા સદન કચેરી ખાતે રજુવાત માટે પોહચયા હતા. જ્યાં વાલીઓએ પણ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. 

એક તરફ રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની વાત કરે છે ત્યાં બીજી તરફ આવા ગરીબ વર્ગના બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેને લઇ બાળકોના ભવિષ્ય સામે પણ સવાલ ઉભા થયા છે.




from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30eEk7C

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages