વસંત ગજેરા અને ભાગીદારો સામેના ગુનાની તપાસ પોલીસ કમિશ્નર જાતે કરેઃ હાઇકોર્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

વસંત ગજેરા અને ભાગીદારો સામેના ગુનાની તપાસ પોલીસ કમિશ્નર જાતે કરેઃ હાઇકોર્ટ


- ફ્લેટ ધારકોની મિલકત પર શાંતિ લાઇફ સ્પેસ દ્વારા કબજો જમાવવા અંગે ગુનો અને ષડયંત્ર અંગેની ફરિયાદ સામે ઉમરા પોલીસે કાર્યવાહી કરી નહોતી

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 13 મે 2019, સોમવાર

સુરતના ડુમસ રોડ સ્થિત ભાવિ દર્શન સંકુલના ફ્લેટધારકોની મિલકતો બોગસ દસ્તાવેજોથી હડપ કરવા અંગે શાંતિ લાઇફ સ્પેસ કંપનીના સંચાલક વસંત ગજેરા સહિત અન્ય ભાગીદારો સામે નોંધાયેલા ગુનાની તપાસ સુરત શહેર પોલીસ કમિશ્નર જાતે કરે તેવો આદેશ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ કર્યો છે. 

ભાવિ દર્શન સંકુલના ફ્લેટ ધારક ફરિયાદી નિર્મલ શ્રીરામ મોદીના પાવર ઓફ એટર્ની હોલ્ડર ઉમંગ શાંતિલાલ ચોખાવાલાએ શાંતિ લાઈફ સ્પેશ પ્રા.લિ.ના આરોપી સંચાલકો  વસંત હરી ગજેરા, ચુનીભાઈ હરી ગજેરા, પુત્રો મિતેશ તથા કિંજલ ગજેરા, અશોક હરી ગજેરા, અજયકુમાર એચ.ચોકસી વગેરે વિરુધ્ધ ઉમરા પોલીસમાં ગુનાઈત ફોર્જરી તથા ઠગાઈના કારસા અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ભેગા મળી ફરિયાદી સહિતના ફ્લેટધારકોની માલિકી કબજાની મિલકત પચાવી પાડવાના ઇરાદે કાવતરું રચ્યાનો આક્ષેપ કરાયો હતો. સમગ્ર જમીનનો બોગસ ભાગીદારી દસ્તાવેજ સહિતના લખાણો ઉભા કરી રેવન્યુ કચેરીમાં નોંધો પડાવીને લેન્ડગ્રેબીંગ સહિતાના ગંભીર ગુના કર્યાનો ફરિયાદમાં આક્ષેપ છે. 

ઉમરા પોલીસમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર- ૬૨-૨૦૧૯થી નોંધાયેલી ફરિયાદમાં ઉક્ત ગુના સંદર્ભે આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી કરવા અરજી થઇ હતી. તેને સુરત પોલીસ કમિશ્નર કચેરી દ્વારા સ્વીકારાઇ હતી. પણ અગાઉના ઉમરા પોલીસ મથકના પી.આઇ. ગોરે સ્વીકારવાની ના પાડતા રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલાઇ હતી.

હાલમાં ભાવિ દર્શન સંકલના ફ્લેટ ધારકો પોતાના પરિવારના સભ્યો સાથે રહેતા હોવા છતાં વસંત ગજેરાએ આખી મિલકત પર કબજો જમાવી ગટર ખોદી કોંક્રીટના ઢગલા કરી રોડ રસ્તો બ્લોક કરીને ફ્લેટ ધારકોને ભગાડી દેવા મજબુર કરવાનો પેંતરો કર્યો હોવાનો આક્ષેપ મુકાયો છે.

પરંતુ ઉમરા પોલીસે ફરિયાદીની અરજીના અનુસંધાને કોઈ કાર્યવાહી ન કરતા ફરિયાદીએ  ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ ક્રિમીનલ એપ્લીકેશન દાખલ કરી હતી. જેથી બંને પક્ષોની સુનાવણી બાદ  હાઈકોર્ટ જસ્ટીસે સુરત શહેર પોલીસ કમિશ્નરને જાતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30jL7Nu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages