લોસ એંજલ્સ તા.14 મે 2019 મંગળવાર
હોલિવૂડની બિનગોરી અભિનેત્રી નાઓમી હેરિસે એવો આક્ષેપ કર્યો હતો કે હોલિવૂડમાં બિનગોરા કલાકારોને નેગેટિવ રોલમાં વારંવાર રજૂ કરવામાં આવે છે. એકધારા સ્ટિરિયોટાઇપ્ડ રોલ્સ ઑફર કરાય છે. મારે આવા રોલ નથી કરવા.
ઓસ્કાર વિજેતા આ અભિનેત્રીએ કહ્યું કે મને જે ફિલ્મ માટે ઓસ્કાર મળ્યો એ મૂનલાઇટમાં મેં મારા પાત્રને પોઝિટિવ રીતે રજૂ કરવાનો ભરચક પ્રયાસ કર્યો હતો.
૪૨ વર્ષની નાઓમીએ મૂનલાઇટ ફિલ્મમાં ડ્રગની બંધાણી મહિલાનો અને શિરોન (અભિનેત્રી એશ્ટન સેન્ડર્સ)ની માતાનો રોલ કર્યો હતો. ઔએણે કહ્યું, મેં સદા જાહેરમાં કહ્યું કે હું નેગેટિવ હોય એવા સ્ટિરિયોટાઇપ્ડ રોલ્સ કરવાની નથી. ડ્રગ એડિક્ટ અને વેશ્યાનો રોલ કરીને મેં પાત્રમાં મારી જાતને નીચોવી નાખી હતી. ઇટ્સ ઇનફ, મારે આવા સ્ટિરીયો ટાઇપ્ડ નેગેટિવ રોલ હવે કરવા નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JiNpXL
No comments:
Post a Comment