આય પ્લીડ ગીલ્ટી યોર ઑનર ... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

આય પ્લીડ ગીલ્ટી યોર ઑનર ...

લોસ એંજલ્સ તા.14 મે 2019 મંગળવાર

હોલિવૂડન પ્રૌઢ અભિનેત્રી ફેલિસિટી હફમેને કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરતાં આય ડીડ આય ડીડનો એકરાર કર્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

સોમવારે બોસ્ટનની કોર્ટમાં રજૂ થયેલી ૫૬ વર્ષની આ અભિનેત્રીને ઓછામાં ઓછી ચાર માસની જેલની સજા કરવાની ભલામણ સરકારી વકીલે કરી હતી.

ફેલિસિટીએ કબૂલ કર્યું હતું કે પોતાની પુત્રીના કૉલેજ એડમિશન માટે પોતે બોગસ ચેરિટીને ૧૫ હજાર ડૉલર્સ દાનમાં આપ્યાનો ખોટ્ટો દાવો કર્યો હતો. સરકારી વકીલે એવી પણ વિનંતી કોર્ટને કરી હતી કે ફેલિસિટીને વીસ હજાર ડૉલર્સનો દંડ થવો ઘટે છે અને કમ સે કમ બાર માસ એને નિરીક્ષણ હેઠળ રાખવી જોઇએ કારણ કે શિક્ષણ ખાતાને ભ્રષ્ટ કરવાનો એણે સભાન પ્રયાસ કર્યો હતો.

રીક સિંગર નામના કલાકારે આ કૌભાંડમાં ફેલિસિટીને મદદ કરી હતી. એણે પણ પોતાનો ગુનો કોર્ટમાં કબૂલ કરી લીધો હતો. રીકે બોગ્સ એથ્લેટ અને સ્પોર્ટમેન તરીકેના ક્વોટાની મદદથી મનપસંદ કૉલેજમાં એડમિશન અપાવવાનું કૌભાંડ આચર્યું હતું.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YqaStF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages