24 ગામોને સિંચાઈનું પાણી પહોંચાડતો બેરેજ ડેમ સૂકો ભઠ્ઠ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

24 ગામોને સિંચાઈનું પાણી પહોંચાડતો બેરેજ ડેમ સૂકો ભઠ્ઠ

પાલનપુર, તા. 12 મે 2019, રવિવાર

પાટણમાં બારેમાસ બન્ને કાંઠે વહેતી સરસ્વતીના પાણીના પ્રવાહને રોકવા ૫૩ વર્ષ પહેલા બનાવેલ બેરેજ (ડેમ) આજ વરસાદી બેરેજ બની જવા પામ્યો છે. બન્ને કાંઠે સરસ્વતી સદાયે વહેતી રહેશે તેવા સ્વપ્ન સરકારે બતાવ્યા હતા પરંતુ જે ૨૪ ગામોને સિંચાઈનું પાણી પુરું પાડતો બેરેજ આજે પોતે પણ પાણી માટે તરસી રહ્યો છે અને પાણીના અભાવે વર્ષોથી સરસ્વતી સુકી ભટ્ટ ભાસી રહી છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલા અણહીલ પાટણ નગરીના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલ સરસ્વતી પાટણમાં બારેમાસ વહેતી હતી અને સમગ્ર પંથકમાં હરિયાળી પાથરતી હતી. ત્યાર ેપાટણમાં વહેતી સરસ્વતીના જળને રોકવા માટે સરકાર દ્વારા ૧૯૬૫માં ૨૦૨.૬૨ લાખના ખર્ચે બેરેજ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી અને ૬ થી ૭ વર્ષ કામગીરી ચાલ્યા બાદ ૧૯૭૧-૭૨માં આ બેરેજ કાર્યરત થયો હતો ત્યારે સરસ્વતીના વહેતા પ્રવાહને રોકવાની કામગીરી શરૃ થઈ હતી અને સરસ્વતીમાં આવતા પાણીના પ્રવાહને રોકી યોગ્ય સમયે તેને નદીમાં છોડવામાં આવતા હતા.

જેને લઈ પંથકના ૨૪ ગામોને આ પાણી સિંચાઈ માટે મળતું  હતું અને ખેડૂતોને જીવાદોરી સમાન સરસ્વતી નદી ઓળખાતી હતી. પરંતુ વર્ષોના વ્હાણા વઈ ગયા અને સરકારે ધીમે ધીમે નદીમાં પાણીના વ્હેણ છોડવાની બંધ કરી દેતા હાલમાં બારમાસીમાંથી ફક્ત વરસાદી નદી રહેવા પામી છે અને આજે પણ ચોમાસામાં પણ પાણી ના વહેતા સુકીભઠ્ઠ નદી ભાસી રહી છે ત્યારે બે વર્ષ પહેલા બન્ને કાંઠે સરસ્વતી વગેતી જોવા મળી હતી. પરંતુ મેઘરાજા રિસામણા કરતા નહીવત વરસાદને લઈ આ વર્ષે ચોમાસામાં પણ સરસ્વતી નદી અને બેરેજ બન્ને સુકા ભટ્ટ ભાસી રહ્યા છે. જેને લઈ સમગ્ર જિલ્લાવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

બેરેજ મારફતે ૨૪ ગામો અને ૬૭૨૧ હેક્ટરમાં સિંચાઈનું પાણી મળતું

પાટણમા ંવહેતી સરસ્વતીના પાણીના વહેણને રોકી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને આ સંગ્રહ કરેલ પાણી ૧.૪૨ એમ.સી. કેપેસિટી સુધી પાણી ભરાઈ જાય એટલે બેરેજના દરવાજા ખોલી ૧૦ હજાર ક્યુસેક અથવા જરૃરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવતું હતું અને ૨૪ ગામોને આ સરસ્વતી નદીના પાણી સિંચાઈ માટે મળતા તા અને કુલ ૬૭૨૧ હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો હતો.

સરકારે સરસ્વતી બંને કાંઠે વહેતી રહેશે તેવા સ્વપ્ન બતાવ્યા હતા

સરસ્વતીને હંમેશા બંને કાંઠે વહેતી રાખવા માટે આ બેરેજ બનાવી ખોરસમ કેનાલ મારફતે પાઈપલાઈન  દ્વાર ા પાણી ભરવામાં આવશે તેવા સરકારે વચનો આપી સરસ્વતીને જીવંત રાખવાનો આશાવાદ બતાવ્યો હતો પરંતુ ફક્ત એક જ વાર ૨૦૦૭માં પાણી આવ્યું હતું, ત્યારબાદ ક્યારે આ સરસ્વતીમાં પાણી છોડયા નથી અને આજે પણ આ નદી સુકી ભટ ભાસી રહી છે અને જેને લઈ સરકારે પાટણવાસીઓને બતાવેલા સ્વપ્ન ફક્ત સ્વપ્ન જ રહેવા પામ્યા છે તેવા શહેરીજનોમાં સુર ઉઠવા પામ્યા છે.

બેરેજની બનાવટ કેવી છે ?

- ૧.૪૨ એમ.સી.ની કેપેસિટી છે.

- પાટણ બેરેજ (ડેમ) ૨૯૭.૧૮ મીટર પહોળો છે.

- ૨૭ ગેટ એક સરખા ૯.૧૪ મી પહોળા અને ૨.૯૦ મી. ઉંચાઈ છે.

- પ્રથમ ગેટ- ૯.૧૪ પહોળો અને ૩.૫૭ મી. ઉંચાઈ છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vV1oKN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages