માઉન્ટ એવરેસ્ટ પરથી ઊતરતી વખતે મુંબઈની પર્વતારોહકનું મૃત્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

માઉન્ટ એવરેસ્ટ પરથી ઊતરતી વખતે મુંબઈની પર્વતારોહકનું મૃત્યુ


મુંબઇ, તા.24 મે 2019, શુક્રવાર

વિશ્વના સર્વોચ્ચ શિખર ગણાતાં માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યા બાદ ત્યાંથી નીચે ઉતરતી વખતે તબિયત બગડતાં ભારતીય પર્વતારોહક અંજલી કુલકર્ણીનું મૃત્યુ થયું છે. મૂળ મુંબઈ-થાણેના ૫૪ વર્ષીય અંજલી કુલકર્ણીએ તેના પતિ શરદ કુલકર્ણી સાથે એવરેસ્ટ પર સફળ ચઢાણ કર્યું હતું. પરંતુ ત્યાંથી ઊતરતી વખતે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

પ્રાપ્ત માહિતીનુસાર, બુધવારે વાતાવરણ સ્વચ્છ હતું. આથી અનેક પર્વતારોહકોએ એકજ સમયે એવરેસ્ટનું શિખર સર કરવાની શરુઆત કરી હતી. આથી એ માર્ગ પર ટ્રાફિક જમા થયાની માહિતી કુલકર્ણીની આ ઝુંબેશના આયોજક અરુણે આપી છે. દરમ્યાન, અંજલી સાથેજ ડોનાલ્ડ લિન નામક અમેરિકન પર્વતારોહકનું પણ મૃત્યુ થયું છે. 

થુપ્ડેન શેર્પાએ આપેલી માહિતીનુસાર, અંજલીએ તેના પતિ શરદ સાથે માઉન્ટ એવરેસ્ટની સફળ ચઢાઈ કરી. પરંતુ નીચે ઊતરતી વખતે તેમનું નિધન થયું. રવિન્દ્ર કુમારના નેતૃત્વમાં શિખર સર કરેલ કુલકર્ણીની ટીમમાં કુલ છ પર્વતારોહકોનો સમાવેશ હતો.

વિવિધ વૃત્તસંસ્થાઓ પર અંજલીનું મૃત્યુ એવરેસ્ટ ઊતરતી વખતે થયું હોવાનું જણાયું છે, પરંતુ ગિરીપ્રેમી ઉમેશ ઝરપેએ એક યાદીમાં આપેલ માહિતીનુસાર, અંજલીની આ ઘટના એવરેસ્ટ ચઢતી વેળાએ બની. ઉપર ચડતી વખતે કેપ ૪ બાલ્કની ખાતે શ્વસનમાં તકલીફ થવાથી અંજલીની તબિયત બગડી.

ત્યારબાદ તેમણે આખરી શ્વાસ લીધા. તે વખતે નેપાલ બાજૂથી ૨૭૨ તો ચીન-તિબેટ સાઈડથી ૧૨૫ મળી કુલ ૩૯૭ પર્વતારોહકો એકજ સમયે એવરેસ્ટ સર કરવાનો પ્રયત્ન કરતાં હોવાથી આ શિખર પર ટ્રાફિક જામ થયું હતું.

ઉપરાંત ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું થયું હતું. એ સમયે નાશિકના હિતેન્દ્ર તેમજ મહેન્દ્ર એ મહાજન બંધુ પણ ચઢાણ કરતાં હતાં. મહેન્દ્રને સ્નો બ્લાઈન્ડનો તો હિતેન્દ્રને પણ શ્વાસની તકલીફ થવાથી તેમને રાત્રેજ બેસ કેમ્પ પર પાછા લાવવામાં આવ્યા હતાં.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCTgY5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages