
બેએરિયા, તા. 6 મે 2019, સોમવાર
કેલિફોર્નિયાના લોસ એન્જેલસ શહેરમાં લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંજલિ આપવા અને તેમની સેવાઓની યાદમાં છેલ્લા ૧૯ વર્ષથી UCLA સરદાર પટેલ એવોર્ડ એનાયત થાય છે.
નિવૃત થતા પ્રમુખ હરકિશન વસાની સેવાઓની પ્રશંસા કરી નવા આવનાર પ્રમુખ જ્યોતિ સોલંકી કેલીને તાલીઓના ગડગડાટથી આવકાર્યા હતા
૨૦૧૮ના વર્ષ માટે ૧૯મો UCLA સરદાર પટેલ એવોર્ડ એનાયત કરવાનો સમારંભ UCLAસેન્ટર ફોર ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા (CISA) અને ફ્રેન્ડઝ ઓફ સરદાર પટેલ એવોર્ડ એસોસિએશન (FSPA) ના ઉપક્રમે શનિવાર ૨૭ એપ્રિલ, ૨૦૧૯ના રોજ UCLAના જેમ્સ વેસ્ટ એલ્યુમની સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો.
FSPA ના પ્રમુખ શ્રી હરકિશન વસા અને સેક્રેટરી ડૉ. વંદના સરદેસાઈએ સૌ મહાનુભાવો અને ઉપસ્થિત સભ્યોને આવકારી પ્રો. અખિલ ગુપ્તાને ૨૦૧૮ના વર્ષ માટેનો ૧૯મો શ્રી સરદાર પટેલ એવોર્ડ એનાયત કરવા જણાવ્યું હતું.
Dr. Rebacca Whittington ને આ પ્રતિષ્ઠિત એવોર્ડ ($ ૧૦૦૦૦) તેમના રિસર્ચ પ્રોજેક્ટ Tug- of- War-The Play of Dialect in Modern Bengali and Tamil Literature માટે અપાયો હતો.
ત્યારબાદ FSPA ના સ્થાપક સભ્ય, પ્રથમ પ્રમુખ અગ્રિમ નાણાંકીય ફાળો આપનાર ઉદ્યોગપતિ શ્રી ઉકાભાઈ પટેલને સૌએ શ્રધ્ધાંજલિ આપી તેમની સેવાઓ યાદ કરી હતી.
LA ના Cerritos શહેરના મેયર શ્રી નરેશભાઈ સોલંકીના વરદહસ્તે ૨૦૧૮ના વર્ષના એવોર્ડ વિજેતાને પ્રશસ્તિપત્ર એનાયત થયું હતું.
દર વર્ષે યોજાતી પ્રો. દામોદર સરદેસાઈ મેમોરિયલ લેકચર સિરિઝ અંતર્ગત Dr. Arnold Kaminskyએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારત અને એન્ગલો અમેરિકન સમાજને અનુલક્ષીને રાજકીય અને આર્થિક ક્ષેત્રે થયેલી અસરોની સર્વેને સમજ આપી હતી.
આશરે ૧૦૦થી વધુ સભ્યોએ FSPA ના નિવૃત થતા પ્રમુખ શ્રી હરકિશન વસાની સેવાઓની પ્રશંસા કરી નવા આવનાર પ્રમુખ જ્યોતિ સોલંકી કેલીને તાલીઓના ગડગડાટથી આવકાર્યા હતા. નલીનીબેન સોલંકીએ FSPA ને આપેલ સાથ સહકારનો સૌ સભ્યોએ આભાર માન્યો હતો.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HlksqR
No comments:
Post a Comment