સુરત, તા. 26 મે 2019 રવિવાર
સુરતના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજ્ય સરકારને 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. હાર્દિક પટેલે સુરત મેયર, મુખ્યમંત્રી તેમજ અધિકારીઓના રાજીનામાની માગ કરી છે.
બિલ્ડિંગની મંજૂરી આપનાર અધિકારી સામે કાર્યવાહી અને ફાયર વિભાગના અધિકારી પર કેસ દાખલ કરવાની માગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન પર બેસવાની હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે.
સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, ત્યારે તંત્રની સામે સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં રોષ ભભુકી રહ્યો છે.
गुजरात की भाजपा सरकार स्वर्गीय हुए बच्चों के परिवार को न्याय नहीं दे पाई तो आज शाम से मैं सूरत म्यूनिसिपल कॉर्परेशन कचहरी के सामने अनशन पर बेठूँगा।एक तरफ़ मातम हैं और दूसरी तरफ़ भाजपा अपने विजय उत्सव में व्यस्त हैं।सूरत की जनता से करोड़ों का टेक्स लिया जाता है लेकिन सुविधा नहीं।
— Hardik Patel (@HardikPatel_) May 26, 2019
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8GDmX
No comments:
Post a Comment