સુરત, તા, 26 મે 2019, રવિવાર
સરથાણા તક્ષશિલા આરકેટની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરમાં ફાયરસેફ્ટી વિનાના 85 જેટલા શોપિંગ સેન્ટરોને સીલ કરવાની કામગીરી આજે શરૂ કરી છે.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીક એ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયરસેફ્ટીની કામગીરી માટે સર્વે કરાયો હતો. આ સર્વેની કામગીરીમાં નાના-મોટા 85 જેટલા શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટમાં ફાયરની સુવિધા ન હોવાનું જાણવા મળ્યું હતું જેના કારણે આશા પેન્શનરોને સુવિધા ઊભી કરવા માટે સુચના આપવામાં આવી હતી.
પાલિકાની સૂચના છતાં પણ કેટલીક જગ્યાએ પૂરતા પ્રમાણમાં સેફટીની સુવિધા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે આજે સવારથી ફાયર સેફટીની સુવિધા વિનાના શોપિંગ સેન્ટર, કોમર્શિયલ એપાર્ટમેન્ટમાં સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાએ સીલીંગની કામગીરી શરૂ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. દુર્ઘટના બાદ કામગીરી શરૂ કરાતા લોકોમાં રોસ ભરાઈ રહ્યો છે કે આ કામગીરી પહેલા શરૂ કરવાની જરૂર હતી. દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં જો હાય સેફટીની ચકાસણી થઈ હોત તો આજે નિર્દોષ 22 બાળકોના જીવ બચાવી શક્યા હોત તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30JPPV2
No comments:
Post a Comment