બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં પાણીનો કકળાટ, ઘાસચારાની અછતથી પશુપાલકોમાં આક્રોશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં પાણીનો કકળાટ, ઘાસચારાની અછતથી પશુપાલકોમાં આક્રોશ

પાલનપુર,થરાદ તા.4 મે 2019, શનિવાર

સરહદી બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદને કારણે જિલ્લામાં ઘણા બધા વીસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. જેને લઇ આ પરિસ્થિતિની પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. અને જિલ્લાના પશ્વિમ વીસ્તારના અછતગ્રસ્ત ગામોની જાતે જ કલેકટર સંદીપ સાંગલે એ મુલાકાત લઇ નિરીક્ષણ કયું હતું. તો સાથે અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી, ઘાસચારો વગેરેની પરિસ્થિતી એ અંગે ગ્રામજનો સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. કલેકટરએ ગ્રામજનોને જણાવ્યું કે પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા માટે વહિવટી તંત્ર સક્રિય છે. કલેકટરએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારના લોકોને કોઈ જ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

કલેકટરએ જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ,પાણી પુરવઠા વીભાગના તથા અન્ય સંબધીત અધિકારીઓ સાથે જિલ્લાના પશ્વિમ વિસ્તારોના ગામોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તથા લોકોને કોઇ જ તકલીફ ન પડે તે માટે તાકીદે કામગીરી કરવા અધિકારીઓને સુચના આપી હતી. કલેકટરએ વાવ તાલુકાના માવસરી, કુંડારીયા, અસારા, સમીલીપુર તથા ઢીમા અને સુઇગામ તાલુકાના સુઇગામ અને જલોયા વગેરે ગામોની મુલાકાત લઇ ત્યાં પીવાના પાણી, ઘાસચારો તથા જયાં નરેગા અંતર્ગત કામો ચાલે છે. તે કામો સહિત તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કયું હતું. પીવાના પાણી માટે કલેકટરએ આંતરીક વિતરણ વ્યવસ્થા વધુ સુદઢ બનાવવા સુચના આપી હતી. કલેકટરએ ઢીમા ખાતે પાંજરાપોળની મુલાકાત લઇ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કયું હતું.

કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના ૯ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ તાલુકાઓમાં વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી અને ઘાસચારા તથા નરેગા અંતર્ગત કામો સહીત જરૃરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કલેકટરએ કહ્યું કે જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારના લોકોને કોઇ જ તકલીફ ન પડે તેની ચિંતા કરી પુરતી કાળજી રાખીને વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે. કલેકટરએ ઢીમા ખાતે પાંજરાપોળની મુલાકાત લઇ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.

કલેકટરએ જિલ્લાના પશ્વિમ વીસ્તારોની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર ગુપ્તા, થરાદ પ્રાન્ત અધિકારી વી.સી.બોડાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલનક ઇજનેર બુબડીયા સહીત સંબંધીત અધિકારીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H4zEK7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages