અંબાજીમાં તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજાના અમી-છાંટણા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

અંબાજીમાં તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજાના અમી-છાંટણા

અંબાજી તા.4 મે 2019, શનિવાર

યત્રાધામ અંબાજી સહિત દાંતા તાલુકામાં સૂર્યનારાયણનો પ્રકોપ જારી રહ્યાબાદ આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતાં તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજા એ અમી-છાંટણાં કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અંબાજી સહિત સમગ્ર દાંતા તાલુકામાં પણ રાજ્યની જેમ સૂર્યનારાયણ ના પ્રકોપથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. ગઇ કાલે પણ વાતાવરણ પલટાયું હતું. અને ત્યારબાદ ગરમીમાં અસહય વધારો થવા પામ્યો હતો. ત્યારે આજે તો સવારથી જ અસહ્ય ગરમી પડી રહી હતી. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. ત્યારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતાં તેજ પવનો અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરતાં વાતારણમાં ઠંડુ બનતા પ્રજાજનો માં રાહત થઇ હતી. તાલુકાના દાંતા, હડાધ, વશી સહિતના ગામોમાં મેઘરાજાએ અમી છાંટણાં કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. કવેલા આવેલા વરસાદના કારણે જગતનો તાત ચિંતાતુર બની જવા પામ્યો છે. હાલમાં ઘઉં સહિતના પાકોને લણવાના દિવસો હોઇ અનાજ બગડી જવા નો ભય સતાવી રહ્યો છે. હજુ પણ વાતાવરણ બદલાયેલ હોઇ મોડી રાત સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના સેવાઇ રહી છે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y8HyaQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages