શ્રીલંકામાં ધર્મના નામે કટ્ટરવાદ ફેલાવનારા પર તવાઇ 200 મૌલાનાઓ સહિત 600નો દેશનિકાલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

શ્રીલંકામાં ધર્મના નામે કટ્ટરવાદ ફેલાવનારા પર તવાઇ 200 મૌલાનાઓ સહિત 600નો દેશનિકાલ


કેરળમાંથી શ્રીલંકાના એક નાગરિકની ધરપકડ, વિઝા વગર રહેતો હતો  

નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર

શ્રીલંકામાં ઇસ્ટર સન્ડે વિસ્ફોટને પગલે હવે અનેક ધાર્મિક સ્થળોની તપાસ ચાલી રહી છે સાથે જે ધાર્મિક નેતાઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ બાદ શ્રીલંકાની સરકારે દેશમાં બુરખા પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યારે હવે એવા અહેવાલો છે કે શ્રીલંકામાંથી આશરે ૨૦૦ જેટલા મૌલાનાઓને કાઢી મુક્યા છે. 

મૌલાના ઉપરાંત અન્ય આશરે ૪૦૦ જેટલા વિદેશી નાગરીકોને પણ શ્રીલંકાની બહાર કાઢી મુકવામાં આવ્યા છે. આ જાણકારી શ્રીલંકાના એક મંત્રીએ આપી હતી.  શ્રીલંકાના ગૃહ પ્રધાન વાજિરા અભયવર્દેએ જણાવ્યું હતું કે આ મોલાનાઓ ગેરકાયદે શ્રીલંકામાં ઘુસ્યા હતા અને અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ કરતા હતા. તેમના વિઝા પુરા થઇ ગયા હોવા છતા તેઓ શ્રીલંકામા રહેતા હતા. જેને પગલે તેમના પર દંડ ફટકારીને તેમને કાઢી મુકવામાં આવ્યા છે.

અમે હાલમાં વિઝા પદ્ધતીમાં પણ ફેરફાર કર્યા છે અને જે પણ ધાર્મિક શિક્ષકો કે ધર્મગુરુઓ છે તેમને પ્રવેશતા રોકવાના પ્રયાસો પણ જારી છે. હાલ જેમને કાઢી મુકવામાં આવ્યા છે તેમા ૨૦૦ મૌલાના છે અને તેઓ શ્રીલંકામાં ઇસ્લામિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. 

ઇસ્ટર સન્ડે હુમલો ન્યૂઝિલેન્ડમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે કરાયો હતો તેમ શ્રીલંકાની સરકારે દાવો કર્યો હતો. ન્યૂઝિલેન્ડમાં મુસ્લિમો પર ગોળીબાર થયો હતો જ્યારે ઇસ્ટર સન્ડેમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવ્યા હતા. જેને પગલે હવે શ્રીલંકામાં ધર્મના નામે આતંક ફેલાવી રહેલા લોકો પર તવાઇ ચલાવવામાં આવી રહી છે,

અગાઉ અહીંની એક મસ્જિદના મેદાનમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટ મળી આવ્યા હતા. ત્યારે હવે મૌલાનાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થઇ રહી છે, આ ઉપરાંત અહીંના મદરેસાઓને સરકારે પોતાની હસ્તક લઇ લીધા છે, ઉપરાંત કોઇ પણ ધાર્મિક કટ્ટરવાદ વિરુદ્ધ આકરા પગલા લેવાના પ્રયાસો શરૃ કરી દીધા છે. 

બીજી તરફ ભારતમાં પણ તપાસ અભિયાન જારી છે, શ્રીલંકાના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇસ્ટર સન્ડેના હુમલાખોરો ભારત તાલિમ લેવા આવ્યા હતા. જેને પગલે હવે ભારતમાં કેરળ અને કાશ્મીરમાં સઘન તપાસ ચાલી રહી છે. કેરળમાંથી શ્રીલંકાના એક નાગરીકની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે ભારતમાં પ્રવેશવાના યોગ્ય દસ્તાવેજો ન હોવાથી આ ધરપકડ કરવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5c0gC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages