ટ્યુશન ક્લાસોને એનઓસી આપવામાં ફાયર બ્રિગેડની આડોડાઇ,ધરમધક્કા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

ટ્યુશન ક્લાસોને એનઓસી આપવામાં ફાયર બ્રિગેડની આડોડાઇ,ધરમધક્કા

વડોદરા,તા.25 મે,2019,શનિવાર

વડોદરા ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ટ્યુશન ક્લાસોની ફાયર સેફ્ટી તપાસવા ગઇ ત્યારે કેટલીક જગ્યાએ તેમની સામે રોષ પણ ઠલવાયો હતો. ટીમ ફાયર સેફ્ટી નહીં રાખનાર ટયુશન ક્લાસના સંચાલક સામે કાર્યવાહી કરી રહી હતી ત્યારે વાઘોડિયા રોડના એક ટયુશન ક્લાસના સંચાલકે તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.સંચાલકે કહ્યું હતું કે,મને નોટિસ મળી ત્યાર પછી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને ફાઇલ ફાયર બ્રિગેડમાં રજૂ કરી છે.પરંતુ છ મહિનાથી મને એનઓસી મળ્યું નથી.આમાં અમારો કોઇ વાંક ખરો ?આજ રીતે અકોટા વિસ્તારના એક ક્લાસના સંચાલકે પણ કહ્યું હતું કે,અમે તમામ સાધનો વસાવી લીધા છે.પરંતુ એનઓસી માટે છ મહિનાથી ધક્કા ખાઇ રહ્યા છીએ.

તો બીજીતરફ ટ્યુશન ક્લાસોમાં પણ સવલતોનો અભાવ જોવા મળ્યો હતો.રાજમહેલ રોડ પીરામિતા વિસ્તારની પાછળ ટેકનોલોજી ફેકલ્ટી પાસે આવેલા કોમર્સના ઇન્દુ ક્લાસમાં સવારે ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર એનએમ મોઢ અને આઇ એમ શેખ પહોંચ્યા ત્યારે બીજા માળે ક્લાસમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા.ટયુશન ક્લાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવાતાં ફાયર બ્રિગેડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને બહાર મોકલી આપી વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની તપાસ દરમિયાન કેટલાક ટયુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધાના અભાવની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સવલતોનો અભાવ દેખાયો હતો.અકોટા વિસ્તારના એક ક્લાસમાં પાંચ એસી હતા પણ ફાયર એક્સ્ટિંગ્યુસર માત્ર દેખાવ પુરતું એક જ હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ ઉપરાંત કેટલાક ક્લાસોમાં દાદર તૂટેલા જોવાયા હતા.જ્યારે,યુરિનલની પણ વ્યવસ્થા નહતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M79RFB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages