સુરત: લાઈટ ખાતાના વડાએ મિનિટ્સમાં ખરડાયેલી ઈમેજ સુધારવાનું જણાવ્યું હતુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

સુરત: લાઈટ ખાતાના વડાએ મિનિટ્સમાં ખરડાયેલી ઈમેજ સુધારવાનું જણાવ્યું હતુ

એજન્સીએ ભુતકાળમાં ફરિયાદ કરી હોવાથી લાઈટ વિભાગ દ્વારા પૂર્વગ્રહ રાખીને કામગીરી કરતાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 મે 2019 સોમવાર

સુરત મ્યુનિ.ના લાઈટ વિભાગે એલ.ઈ.ડી. ખરીદી અને ફીટીંગ્સની કામગીરીમાં લોએસ્ટ આવેલી એજન્સી પાસેથી 10 લાખનું કામ લોએસ્ટ પાંચમી આવેલી એજન્સીને આપ્યા બાદ એસીબી તપાસ માટે ફરિયાદ કરવામા આવી છે. આ પ્રકારની પહેલી અરજી બાદ લાઈટ ખાતાના વડાંએ કાઢેલી મિનિટ્સમાં પણ લાઈટ વિભાગની ખરડાયેલી ઈમેજ સુધારવા માટેના પ્રયાસ કરવા માટેનું લેખિતમાં જણાવવામા આવ્યું છે. લાઈટ વિભાગના વડાની આ લેખિત નોંધ લાઈટ વિભાગમાં ખોટું થઈ રહ્યું હોવાની સાબિતી આપી રહી છે.

સુરતના સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સની કામગીરીમાં લાઈટ વિભાગ દ્વારા ભુતકાળમાં થયેલા કૌભાંડમાં ફરિયાદી ક્રિષ્ના એજન્સી સામે હાલ લાઈટ વિભાગ પૂર્વગ્રહ રાખીને કામગીરી કરતી હોવાની ફરિયાદ 6 ફેબ્રુઆરીએ થઈ હતી. આ ફરિયાદ લાઈટ વિભાગના વડાં કે.એચ. ખતવાણીએ દબાવી રાખી હોવાનો આક્ષેપ સાથે એજન્સીએ એસીબી વિભાગને જાણ કરી છે.  

પહેલી ફરિયાદ 6 ફેબ્રુઆરીએ થયા બાદ લાઈટ વિભાગના વડાંએ 16 ફેબ્રુઆરીએ લાઈટ વિભાગના મેઈનટેનન્સની એક નોંધ જાહેર કરી હતી. આ લેખિત નોંધમાં 22 નંબરમાં ઈલેક્ટ્રીક સ્ટાફની ખરડાયેલી ઈમેજ સુધારવા માટે તમામ પ્રયાસો દરેક સ્થળે કરવા જણાવવામા આવ્યું છે. લાઈટ વિભાગના વડા કે.એચ. ખતવાણીની સહી પણ છે.  

લાઈટ વિભાગના વડાં ખુદ સ્ટાફની ખરડાયેલી ઈણેજ સુધારવા માટેના પ્રયાસ કરવાનું કહેતાં હોય તે સમયે જ લાઈટ વિભાગના વડા સામે જ એસીબી સામે થયેલી અરજી ઘણું કહી જાય છે. લાઈટ વિભાગના વડાની આ પ્રકારની નોંધ સાથે જ એસીબીમાં ફરિયાદ થઈ છે કે, વિભાગ દ્વારા વારંવાર કાયદેસરના ટેન્ડરમાં ફરિયાદી એજન્સી સાથે પુર્વગ્રહ રાખવામા આવતો હોય આ પ્રકારની ફરિયાદ સરકાર અને એસીબી સમક્ષ કરવી પડી રહી છે.  

લાઈટ વિભાગ સામે ફરી એકવાર એસીબી સમક્ષ ફરિયાદ થતાં ભુતકાળમાં અધિકારીઓ સસ્પેન્ડ થયાં હોવાથી ફરી એક વાર આ પ્રકારની અરજીના કારણે મ્યુનિ. તંત્રમં સોપો પડી ગયો છે.

પહેલીવારનું ટેન્ડર દફતરે થતાં મ્યુનિ.ને 12.67 લાખનું આર્થિક નુકસાન

સુરત પાલિકામાં એલઈડી ફીટીગ્સની કામગીરીમાં પહેલું ટેન્ડર દફતરે થઈ બીજુ ટેન્ડર મંજુર થતાં મ્યુનિ.ને 77533 રૂપિયાનો ફાયદો થયો હોવાનું લાઈટ વિભાગે જણાવ્યું હતું. જ્યારે જેનું ટેન્ડર લાગ્યું છે તે એજન્સીએ સામેથી મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને કહ્યું છે પહેલી વારનું ટેન્ડર દફતરે થતાં મ્યુનિ. તંત્રને 12.67 લાખનું આથિક નુકસાન થયું છે.

મ્યુનિ. કમિશ્નરને પત્ર લખવામા આવ્યો છે તેમા જણાવાયું છે કે, લાઈટ વિભાગના વડાએ જે ગણતરી દર્શાવી છે. તે સદંતર ખોટી છે, પહેલુ ટેન્ડર દફતરે થતાં પાલિકાને 12.67 લાખનું આર્થિક નુકસાન થયું છે. પહેલું ટેન્ડર દફતરે થયું તેમાં આઈટમ પ્રમાણે ભાવ મંગાવવામા આવ્યા હતા તથા મંજુર ભાવ યુનિટ રેઈટ બનાવવાના હતા. 

પહેલું ટેન્ડર દફતરે થયું તેમાં નક્કી કરેલી એલઈડીના ભાવ મંજુર ન કરવાના કારણે સુરત મ્યુનિ.એ ક્રિષ્ના એજન્સીને 12.67 લાખ રૂપિયા વધુ ચુકવણી કરવાનું થાય છે તે ખુદ ક્રિષ્ના એજન્સીએ મ્યુનિ. તંત્રને જણાવ્યું છે. આ પહેલાં લાઈટ વિભાગે પહેલું ટેન્ડર દફતરે થતાં બીજુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેના કારણે મ્યુનિ. તંત્રને 77,533 રૂપિયાનો ફાયદો થયો તેવું દર્શાવ્યું છે. તે ગણતરી ખોટી હોવાનું જેનું ટેન્ડર લાગ્યું છે. તે એજન્સીએ મ્યુનિ. કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmaxGr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages