મુંબઇ, તા. 10 મે, 2019, શુક્રવાર
મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે નવા વેપારો ધીમા રહ્યા હતા. ભાવમા ંજો કે હવામાન મિશ્ર હતું. દેશી ખાદ્યતેલોના ભાવ મક્કમ બોલાતા હતા. જ્યારે આયાતી ખાદ્ય તેલોના ભાવમાં સુસતાઇ દેખાઇ હતી. વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. ચીન એ અમેરિકા વચ્ચે વેપાર વિવાદ ફરી વધી રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકાએ ચીનના માલો પર ટેરીફની જાહેરાત કર્યા પછી હવે આનો પ્રતિસાદ ચીન તરફથી કેવો આપવામાં આવે છે તેના પર આ લખાય છે ત્યારે બજારના ખેલાડીઓની નજર રહી હતી. આ બે દેશો વચ્ચેના વિવાદની અસર વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર દેખાઇ હતી.
મલેશિયામાં આજે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં જો કે ૩૩ પોઇન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે દૂરની ડિલીવરીના ભાવ ૧૪,૨૨ તથા ૨૪ પોઇન્ટ માઇનસમાં રહ્યા હતા. ત્યાં પામ પ્રોડક્ટના ભાવ આજે અઢી ડોલર ગબડયા હતા. દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઇટ ૩૭ પોઇન્ટ માઇનસમાં રહ્યા પછી આજે સાંજે પ્રોઝેક્શનમાં ભાવ નજીવો સુધારો બતાવી રહ્યા હતા.
ત્યાં ઓવરનાઇટ ટ્રેન્ડમાં સોયાખોળનો વાયદો ૩૪થી ૩૮ પોઇન્ટ ઘટયો હતો. જ્યારે સોયાબીનનો વાયદો ૧૪૦થી ૧૪૪ પોઇન્ટ તૂટયાના વાવડ હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો પણ ઓવરનાઇટ ઝડપી ૨૦૮, ૧૭૫ તથા ૧૮૫ પોઇન્ટ વિવિધ ડિલીવરીઓમાં ગબડયાના સમાચાર હતા.
મુંબઇ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધતા અટકી રૂા. ૧૦૫૦ના મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂા. ૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂા. ૧૬૪૦ રહ્યા હતા. મગ ફળીની આવકો ગોંડલ બાજુ આજે સવારે આશરે પાંચ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે છ હજાર ગુણી નોંધાઇ હતી તથા મથકોએ મગફળીના હાજરભાવ ૨૦ કિલોના જાતવાર રૂા. ૮૫૦થી ૮૭૫ તથા ઉંચામાં ભાવ રૂા. ૯૭૦થી ૯૮૦ રહ્યાના સમાચાર હતાં.
મુંબઇ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂા. ૫૯૪ વાળા રૂા. ૫૯૩ જ્યારે જેએનપીટીના રૂા. ૫૯૨ વાળા રૂા. ૫૮૮ રહ્યા હતા. નવી માંગ પાંખી રહી હતી. ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ રૂા. ૫૧૮ બોલાતા હતા. દરમિયાન, વાયદા બજારમાં આજે સાંજે સીપીઓ વાયદાના ભાવ રૂા. ૫૧૯/૧૦ તથા સોયાતેલ વાયદાના રૂા. ૭૪૧/૭૦ રહ્યા હતા. મુંબઇ હાજર બજારમાં આજે કપાસીયા તેલના ભાવ રૂા. ૭૫૦ વાળા રૂા. ૭૫૨ રહ્યા હતા.
દેશમાં રૂનો પાક આ વર્ષે ઓછો અંદાજાયો તથા કપાસલીયા તેલના ભાવ ઉંચકાતા રહ્યા છે. મુંબઇ ખોળ બજારમાં આજે કપાસીયા ખોળના ભાવ ટનના રૂા. ૨૯૩૦૦ વાળા રૂા. ૨૯૫૦૦ બોલાયા હતા. મુંબઇ બજારમાં આજે સોયાતેલના ભાવ નિગમના રૂા. ૬૮૫થી ૬૮૮ તથા રિફાઇન્ડના રૂા. ૭૨૩ના મથદાળે જો કે મક્કમ રહ્યા હતા. ઉપરાંત સનફ્લાવરના ભાવ પણ રૂા. ૭૦૦ વાળા રૂા. ૭૦૫ રહ્યા હતા જ્યારે રિફાઇન્ડના ભાવ રૂા. ૭૫૫ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ રૂા. ૭૬૦ તથકા કોપરેલના ૧૦ કિલોના ભાવ રૂા. ૧૧૮૦ રહ્યા હતા.
મુંબઇ ખોળ બજારમાં આજે સિંગ ખોળના ભાવ ટનના વધુ રૂા. ૨૫૦ વધી રૂા. ૨૪૭૫૦ રહ્યા હતા જ્યારે એરંડા ખોળના ભાવ રૂા. ૬૦૦૦ વાળા રૂા. ૬૦૫૦ રહ્યા હતા. મુંબઇ દિવેલના હાજરભાવ આજે વધુ રૂા. આઠ વધી કોમર્શિયલના રૂા. ૧૧૮૩, એફએસજીના રૂા. ૧૧૯૩ તથા એફએસજી કંડલાના રૂા. ૧૧૭૩ બોલાયા હતા જ્યારે મુંબઇ એરંડાના હાજરભાવ રૂા. ૫૭૨૫ વાળા રૂા. ૫૭૬૫ બોલાયા હતા. આઇપીએસના જણાવ્યા મુજબ મલેશિયાનાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં આશરે ૧૨થી ૧૩ ટકા વધી છે.
આના પગલે ત્યાં પામતેલનો નજીકનો વાયદો આજે પ્લસમાં થયો હતો. વિશ્વ બજારમાં સનફ્લાવરના ભાવ કાચા તેલના સીપીઆઇએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૭૨૨/૫૦થી ૭૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. ઘરઆંગણે મધ્ય- પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આજે બપોરે આશરે ૩૦ હજાર ગુણી નોંધાઇ હતી તથા મથકોએ હાજરભાવ રૂા. ૩૬૫૦થી ૩૭૨૫ તથા પ્લાન્ટના રૂા. ૩૭૨૫થી ૩૮૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂા. ૭૧૫થી ૭૨૦ તથા રિફાઇન્ડના રૂા. ૭૪૬થી ૭૫૦ રહ્યા હતા.
એરંડા વાયદાના ભાવ આજે સાંજે મે વાયદાના રૂા. ૧૬ તથા જૂનના રૂા. ૧૦ નરમ રહ્યા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ સાંજે નજીવો સુધારો બતાવતા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂા. ૧/૪૫ તથા રૂા. ૧/૯૫ પ્લસમાં રહ્યા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ સોયાખોળ તથા સોયાબીન વાયદાના પ્લસમાં રહ્યા હતા ઉપરાંત ન્યુયોર્ક કોટન વાયદો પણ પ્રોજેક્શનમા ધીમો સુધારો બતાવતો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PXab86
No comments:
Post a Comment