ફોરેન ફંડોનું વધુ રૂ.2180 કરોડના શેરોનું સેલીંગ : આઈટી, મેટલ, ઓઈલ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ અંતે 96 પોઈન્ટ ઘટીને 37463 - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

ફોરેન ફંડોનું વધુ રૂ.2180 કરોડના શેરોનું સેલીંગ : આઈટી, મેટલ, ઓઈલ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ અંતે 96 પોઈન્ટ ઘટીને 37463

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 10 મે, 2019, શુક્રવાર

અમેરિકા દ્વારા ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર ૨૫ ટકા ટેરિફ આજે-શુક્રવારથી લાગુ થવાની તૈયારી સાથે વૈશ્વિક અર્થતંત્ર પર આ પગલાંની માંઠી અસરની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં સતત ધોવાણની સાથે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં ફંડોએ અફડાતફડીના અંતે સતત ઓફલોડિંગ કરતાં રહી નરમાઈ આગળ વધારી હતી. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આજે બેંકિંગ જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સુધરતાં સારા પરિણામ જાહેર થયાની પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યા સામે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં  ફંડોએ સતત ઓફલોડિંગલ કરતાં અફડાતફડીના અંતે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ જોવાઈ હતી. એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો,  ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો  દ્વારા સપ્તાહ દરમિયાન સતત શેરોમાં મોટી વેચવાલી કરતાં રહી સેલ ઈન્ડિયા કરી દઈ આજે પણ  અફડાતફડીના અંતે ફંડો વેચવાલ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે બે-તરફી અફડાતફડીના અંતે ત્રણ પૈસા ઘટીને રૂ.૬૯.૯૧ રહ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવ સાંકડી વધઘટ અથડાતાં રહી બ્રેન્ટ ૭૦ ડોલર નજીક રહ્યા હતા. બેંકિંગ શેરોમાં પસંદગીના આકર્ષણ સામે મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૯૫.૯૨ પોઈન્ટ ઘટીને ૩૭,૪૬૨.૯૯ અને નિફટી સ્પોટ ૨૨.૯૦ પોઈન્ટ ઘટીને ૧૧,૨૭૮.૯૦ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૩૭૭૨૧ અને નીચામાં ૩૭૩૭૦ સુધી પટકાઈ અંતે ૯૬ પોઈન્ટ ઘટીને ૩૭૪૬૩

ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિઝલ્ટ પૂર્વે ફંડોની પસંદગીની લેવાલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક સાથે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૬૩.૦૭ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૭૭૨૧.૯૮ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બે-તરફી અથડાતો રહીને ચાઈનાની આયાતો પર અમેરિકા દ્વારા ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની તૈયારી વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં ઓફલોડિંગ થતાં અને ગઈકાલે એચસીએલ ટેકનોલોજીના પરિમાણ બાદ આજે ફંડોની વેચવાલી તેમ જ ટીસીએસ, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરોમાં નરમાઈ સાથે યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક તેમ જ ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશીયન પેઈન્ટસ, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ કોર્પ, આઈટીસી, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૩૭૩૭૦.૩૯ સુધી આવી અંતે ૯૫.૯૨ પોઈન્ટ ઘટીને ૩૭૪૬૨.૯૯ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ૧૧૩૦૦ની સપાટી પણ ગુમાવી : નીચામાં ૧૧૨૫૧ સુધી આવી અંતે ૨૩ પોઈન્ટ ઘટીને ૧૧૨૭૯

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૩૦૧.૮૦ સામે ૧૧૩૧૪.૧૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક તેમ જ ટાઈટન,ભારતી એરટેલ, બ્રિટાનીયા, યુપીએલ, મારૂતી સુઝુકી, ટેક મહિન્દ્રા, લાર્સન સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૩૪૫.૮૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં વેચવાલી અને યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતના બેંકિંગ-ફાઈનાન્સ શેરો તેમ જ આઈઓસી, ગ્રાસીમ તેમ જ આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ સાથે હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીએ નીચામાં ૧૧૨૫૧.૦૫ સુધી પટકાઈ અંતે ૨૨.૯૦ પોઈન્ટ ઘટીને ૧૧૨૭૮.૯૦ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૧,૪૦૦નો કોલ ૫૭.૬૦ થી ઘટીને ૪૪ : નિફટી ૧૧,૩૦૦નો પુટ ૮૮.૧૫ થી વધીને ૧૧૪

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે અફડાતફડીમાં ફંડોએ મંદીનો વેપાર વધાર્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો કોલ ૩,૦૨,૯૫૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૬,૦૪૨.૯૮ કરોડના કામકાજે ૫૭.૬૦ સામે ૬૫.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૪.૦૫ થઈ ઘટીને ૪૩.૮૦ સુધી આવી અંતે ૪૪ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૨,૬૧,૫૫૦ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૬૨૧.૩૬ કરોડના કામકાજે ૩૦.૫૦ સામે ૩૩.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૯ થઈ ઘટીને ૧૮.૬૫ સુધી આવી અંતે ૨૦.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો પુટ ૨,૫૧,૫૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૪૮૭.૬૨ કરોડના કામકાજે ૮૮.૧૫ સામે ૯૭.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧૭.૫૦ થઈ ઘટીને ૬૪ સુધી આવી અંતે ૧૧૪ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો પુટ ૨,૪૯,૬૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૦૬૭.૦૨ કરોડના કામકાજે ૫૨.૩૦ સામે ૫૫ મથાળે ખુલીને નીચામાં ૩૭.૧૦ થઈ વધીને ૭૫.૭૫ સુધી પહોંચી અંતે ૭૩ રહ્યો હતો. 

નિફટી મે ફયુચર ૧૧,૩૩૫ થી ઘટીને ૧૧,૨૮૮ : બેંક નિફટી ફયુચર ૨૮,૯૯૫ થી વધીને ૨૯,૦૪૦

નિફટી મે ફયુચર ૧,૪૫,૩૪૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૩૫૪.૯૫ કરોડના કામકાજે ૧૧,૩૩૪.૮૦ સામે ૧૧,૩૨૯ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૩૭૬ થઈ ઘટીને ૧૧,૨૮૩.૭૦ સુધી આવી અંતે ૧૧,૨૮૮.૧૫ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૫૮,૭૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૪૪.૭૭ કરોડના કામકાજે ૨૮,૯૯૫.૨૫ સામે ૨૮,૯૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૨૫૮.૮૦ થઈ ઘટીને ૨૮,૯૪૬.૫૫ સુધી આવી અંતે ૨૯,૦૪૦.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૧૯.૫૫ સામે ૧૯.૪૫ મથાળે ખુલીને નીચામાં ૧૩ થઈ વધીને ૩૧.૧૦ સુધી પહોંચી અંતે ૩૧ રહ્યો હતો. નિફટી ૧૦,૯૦૦નો પુટ ૧૧.૬૫ સામે ૯ મથાળે ખુલીને નીચામાં ૭.૬૫ થઈ વધીને ૨૦ સુધી જઈ અંતે ૨૦ રહ્યો હતો.

સ્ટેટ બેંકે ખોટ ભૂંસીને રૂ.૮૮૯ કરોડનો નફો કરતાં શેર રૂ.૯ વધીને રૂ.૩૦૮ : બીઓબી, પીએનબી હાઉસીંગ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પરિણામની સાથે શોર્ટ કવરિંગ અને પસંદગીની ખરીદી થઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચોથા ત્રિમાસિકમાં ગત વર્ષની સમાનગાળાની રૂ.૭૭૧૮ કરોડની ચોખ્ખી ખોટ સામે આ વખતે રૂ.૮૩૮.૪ કરોડનો ચોખ્ખો નફો કરતાં અને ચોખ્ખી વ્યાજ આવક રૂ.૧૯,૯૭૪ કરોડની તુલનાએ ૧૪.૯ ટકા વધીને રૂ.૨૨,૯૫૪ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૮.૮૦ વધીને રૂ.૩૦૮.૦૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૨.૪૫ વધીને રૂ.૧૧૩.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૩૫ વધીને રૂ.૩૮૪.૮૦, એક્સીસ બેંક રૂ.૩.૬૫ વધીને રૂ.૭૩૩.૬૫, કોટક બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૩૯૫.૦૫, એચડીએફસી બેંક રૂ.૫.૫૫ વધીને રૂ.૨૨૯૬.૭૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮૪.૩૦ વધીને રૂ.૭૮૨.૩૫, આંધ્ર બેંક રૂ.૧.૩૫ વધીને રૂ.૨૫.૨૫, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૂ.૩.૪૫ વધીને રૂ.૯૫.૪૫, કેનેરા બેંક રૂ.૮.૨૫ વધીને રૂ.૨૬૫.૪૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૩.૩૫ વધીને રૂ.૧૧૬.૬૦, ઈન્ડિયન બેંક રૂ.૫.૯૦ વધીને રૂ.૨૪૩.૯૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૬૯૬.૪૦, જે એન્ડ કે બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૫૪.૧૦, ફાઈવ પૈસા રૂ.૬.૧૫ વધીને રૂ.૨૯૦.૯૫ રહ્યા હતા. 

આઈટી શેરોમાં વેચવાલી : એચસીએલ રૂ.૪૬ ઘટયો : ઓરેકલ ફિનસર્વ, ટીસીએસ, ઈન્ફોસીસ, માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા ઘટયા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે વેચવાલી રહી હતી. એચસીએલ ટેકનોલોજીના ગઈકાલે જાહેર થયેલા ત્રિમાસિક રિઝલ્ટ એકંદર સાધારણ રહેતાં શેરમાં વેચવાલીએ રૂ.૪૬.૦૫ ઘટીને રૂ.૧૦૮૬.૦૫ રહ્યો હતો. ઓરેકલ ફિનસર્વ રૂ.૬૮ ઘટીને રૂ.૩૩૮૭.૩૦, ટીસીએસ રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૨૧૩૫.૫૫, ટેક મહિન્દ્રા રૂ.૩.૭૫ ઘટીને રૂ.૮૦૫.૭૫, માઈન્ડટ્રી રૂ.૫.૩૫ ઘટીને રૂ.૯૭૩.૨૫, ઈન્ફોસીસ રૂ.૫ ઘટીને રૂ.૭૧૬.૦૫, વિપ્રો રૂ.૨૯૦.૫૫ રહ્યા હતા. 

ચાઈનાની આયાતો પર ૨૫ ટકા ટેરિફની : ટાટા સ્ટીલ, એનએમડીસી, વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. અમેરિકા દ્વારા ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર ૨૫ ટકા ટેરિફ આજે શુક્રવારથી લાગુ કરવાની તૈયારીએ સતત નેગેટીવ અસરે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. ટાટા સ્ટીલ રૂ.૩૧.૬૫ ઘટીને રૂ.૪૮૭.૩૦, એનએમડીસી રૂ.૧ ઘટીને રૂ.૯૩.૮૦, વેદાન્તા રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૫૫.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨ ઘટીને રૂ.૨૬૦.૨૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૦૫ ઘટીને રૂ.૨૪૧.૫૫, નાલ્કો રૂ.૪૯.૬ ૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૭૦.૭૦ ડોલર :  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી ઘટયા

ક્રુડ ઓઈલમાં આજે સાધારણ મજબૂતીમાં બ્રેન્ટ ક્રુડ ૩૧ સેન્ટ વધીને બેરલ દીઠ ૭૦.૭૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૧.૭૪ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની સતત નરમાઈ રહી હતી. એચપીસીએલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૭૨.૧૦, આઈઓસી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૪૭.૮૦, ઓએનજીસી રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૬૬.૩૫, બીપીસીએલ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૩૬૩.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૨૫૦.૫૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧ ઘટીને રૂ.૨૩૫.૯૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી : ૧૩૦૭ શેરો નેગેટીવ બંધ : ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૭ અને  વધનારની સંખ્યા ૧૧૮૬ રહી હતી. ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૧૨૪૫ કરોડ, ફયુચર્સમાં રૂ.૯૩૪ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૦૫૭ કરોડની ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં વધુ રૂ.૧૨૪૫.૧૪ કરોડની શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૪૪૯.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૬૯૪.૪૪ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૯૩૪.૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૨૯૬.૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૬૨.૧૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જયારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦૫૭.૪૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૮૧૨.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭૫૪.૮૯ કરોડની વેચવાલી થઈ હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vSAD9E

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages