(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૪
ચાલુ મહિનાની શરૃઆતમાં અમેરિકાએ ઇરાન પાસેથી ઓઇલ ખરીદવા ભારત સહિતના આઠ દેશોને આપેલી મંજૂરી આ મહિનાની શરૃઆતમાં સમાપ્ત થતા ભારતે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે તેમ અમેરિકા સ્થિત ભારતના રાજદૂતે જણાવ્યું છે.
અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત હર્ષ વર્ધન શ્રીન્ગલાએ જણાવ્યું છે કે મુશ્કેલી પડતી હોવા છતાં ભારતે ઇરાન ઉપરાંત વેનેઝુએલા પાસેથી પણ ઓઇલ ખરીદવાનું બંદ કરી દીધું છે.
અમેરિકાએ જાન્યુઆરીમાં વિશ્વના દેશો પર વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
બીજી તરફ અમેરિકાએ ઇરાન પર નવેમ્બર મહિનાથી પ્રતિબંધ શરૃ કર્યા છે. ૨૦૧૫માં ઇરાન સાથે થયેલી પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી ઇરાન વિરુદ્ધ ફરીથી આર્થિક પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે.
શ્રીંગલાએ જણાવ્યું છે કે આ મહિનાની શરૃઆતમાં અમેરિકાએ ભારતને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાની મંજૂરીની મુદ્દત ન વધારતા ભારતે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે.
એપ્રિલના અંત સુધીમાં ભારતે ઇરાન પાસેથી ઓઇલની ખરીદી ૨.૫ અબજ ટનથી ઘટાડી ૧૦ લાખ ટન કરી દીધી છે. પત્રકાર પરિષદમાં ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા વહીવટીતંત્ર માટે એ સુનિશ્ચિત કરવું જરૃરી છે કે ઇરાન સામેના પ્રતિબંધનો અમલ થઇ રહ્યો છે કે નહીં પણ અમારા માટે ઇરાનનો વૈકલ્પિક સ્ત્રોત શોધવો મુશ્કેલ હતો.
ભારત ઉપરાંત ગ્રીસ, ઇટાલી, તાઇવાન અને તુર્કીએ પણ ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવાથી ભારત-ઇરાન સાથેના સંબધો ખરાબ થશે નહીં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZK9HE
No comments:
Post a Comment