રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો


વોશિંગટન, 24 મે 2019, શુક્રવાર

અમેરિકાના ન્યૂયોર્કમાં રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર દંડ લાગી શકે છે. ન્યૂયોર્કની એસેંબલીમાં તાજેતરમાં જ ખાસ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થયું તો આ કાયદાનું ઉલ્લંઘન કરનારને 25 ડોલરથી 250 ડોલર સુધીનો દંડ ફરકારવામાં આવશે. આમ તો આ બિલ ગત વર્ષમાં જ રજૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તેને હવે સાંસદ જોન લિયુએ આગળ વધાર્યું છે. 

યુવાનો ચાલતાં ચાલતાં પણ મોબાઈલનો ઉપયોગ કરતાં રહે છે. રસ્તા પર કે રોડ ક્રોસ કરતી વખતે પણ તેમની નજર મોબાઈલ પર હોય છે. આ એક ચિંતાજનક બાબત છે કારણ કે મોબાઈલનો આ રીતે ઉપયોગ કરવો યુવાવર્ગમાં નવો ટ્રેંડ બની રહ્યો છે. આ રીતે મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત થઈ શકે છે. મોબાઈલનો ઉપયોગ જરૂરી હોય તો રસ્તા પર અટકી અને કામ કરવું. 

2019ની એક રીપોર્ટ અનુસાર 2018માં અમેરિકામાં લગભગ 6200 પદયાત્રી રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા છેલ્લા ત્રણ દાયકાની સૌથી વધારે છે. રીપોર્ટ અનુસાર આવી ઘટનાઓમાં વધારો થવાનું કારણ યુવાનોમાં વધતો મોબાઈલનો ઉપયોગ છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ હોનાલુલુમાં 2017માં આ પ્રકારનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે જેથી રોડ પર થતા અકસ્માતમાં ઘટાડો થયો છે. 





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMP2yA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages