
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019, શનિવાર
સુરતના સરથાણા વિસ્તારની દુર્ઘટના બાદ મ્યુનિ.એ કરાવેલા સર્વેમાં ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું છે. આઠ માસ પહેલાં ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની તાકીદ છતા હજી પણ શહેરમાં ૯૬૪ જેટલા ટયુશન ક્લાસીસ ફાયર સેફ્ટીની સુવિધા વિના ધમધમી રહ્યાંછે. મ્યુનિ. તંત્રએ આ તમામ ક્લાસીસને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરી છે.
સરથાણા દુર્ઘટના બાદ સફાળા જાગેલા મ્યુનિ. તંત્રએ શહેરમાં ચાલતા ટયુશન અને કોચીંગ ક્લાસીસનો સર્વે કર્યો હતો. એક દિવસમાં મ્યુનિ. તંત્રએ ૮૦ ટીમ બનાવીને સર્વે કર્યો હતો જેમાં શહેરના તમામ ઝોનમાં ટયુશન ક્લાસીસ અને કોચીંગ ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરી હતી.
જેમાં કતારગામ ઝોનમાં ૬૩, અઠવા ઝોનમાં ૯૩, રાંદેર ઝોનમાં ૯૫, સેન્ટ્રલ ઝોનમાં ૧૧૨, લિંબાયત ઝોનમાં ૧૫૧ વરાછા ઝોન-એમાં ૧૦૫, વરાછા ઝોન બીમાં ૧૨૪ તથા ઉધના ઝોનમાં ૧૨૩ મળીને શહેરમાં કુલ ૯૬૪ જેટલા કોચીગ ક્લાસીસ અને ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તેને ઉભી કરવા માટે તાકીદ કરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VPRp3J
No comments:
Post a Comment