આફ્રિકાના આ સમૂદાયમાં મહિલાઓ નહીં,પૂરુષો બૂરખો પહેરે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

આફ્રિકાના આ સમૂદાયમાં મહિલાઓ નહીં,પૂરુષો બૂરખો પહેરે છે


આફ્રિકા ખંડમાં ઇસ્લામધર્મ પાળતી તૂઆરેંગ ટ્રાઇબલ કમ્યૂનિટીમાં  મહિલાઓએ નહી પૂરુષોએ  ફરજીયાત બૂરખો પહેરવો પડે છે,જયારે મહિલાઓ માથું ખૂલ્લું રાખીને બિંદાસ હરી ફરી શકે છે.આ સમૂદાયની વસ્તી ૧૦ લાખ હોવાનું માનવામાં આવે છે.જેમાંના મોટા ભાગના  ઇસ્લામ ધર્મની સાથે પોતાની ટ્રાઇબલ પરંપરાઓ અને રિવાજોને  મહત્વ આપે છે.તૂઆરેંગ સમૂદાય નિજર, માલી,અલ્જિરિયા,લિબિયા અને બુર્કિનાફાસોમાં વસેલો છે.તેઓ પોતાને મૂળ લિબિયાના ફેઝાન પ્રદેશના હોવાનું માને છે.તૂઆરેંગ સમૂદાયના લોકો આજે પણ આજીવિકા માટે ભટકતું વિચરતું જીવન જીવતા હોવાથી રહેઠાણ બદલ્યા કરે છે.

આ સમૂદાયમાં જન્મજાત જ પૂરુષો કરતા મહિલાઓને વધારે અધિકારો મળ્યા છે.પૂરુષો દ્વારા મહિલાઓની છેડતીના બનાવો દુનિયામાં બનતા રહે છે પરંતુ અહીં મહિલાઓ પૂરુષો પર અત્યાચાર કરે છે. તો પણ બિચારા પૂરુષો મહિલાઓ સામે હરફ સુધ્ધા ઉચ્ચારી શકતા નથી. નવાઇની વાત તો એ છે કે મહિલાઓ લગ્ન પહેલા પણ કોઇ પણ પૂરુષ સાથે શારીરિક સંબંધો બાંધી શકે છે. એટલું જ નહી મહિલાઓ લગ્ન કર્યા પછી પોતે ઇચ્છે ત્યારે પૂરુષને છૂટાછેડા આપી શકે છે. પરણીત મહિલા જયારે પોતાનું ઘર છોડીને જાય ત્યારે તેને પોતાની મહેનતથી ખરીદેલી તમામ ચીજવસ્તુઓ પોતાની સાથે લઇ જઇ શકે છે.

છોકરો ૧૮ વર્ષનો થાય ત્યારે બૂરખો પહેરવાનું શીખવું પડે છે 


સામાન્ય રીતે છોકરી થોડીક મોટી થાય ત્યારે તેને લાજ મર્યાદા શીખવવામાં આવે છે, જયારે તૂઆરેંગ સમૂદાયમાં છોકરો ૧૮ વર્ષનો થાય ત્યારે તેને ફરજીયાત મોં પર વાદળી રંગનું કપડું ઢાંકવાનું શીખવવામાં આવે છે. આથી બહારથી આવતા ટૂરિસ્ટોએ  બ્લ્યુમેન એવું નામ પાળ્યું છે. આ બ્લ્યુમેનના આંખ, કાન અને નાક સિવાય બૂરખા હેઠળ કશું જ જોઇ શકાતું નથી. આ અંગે પુરુષના કોઇ જ વાંધાવચકાને સ્વિકારવામાં આવતા નથી. કારણે પૂરુષોને કશું પણ પોતાની મરજી મુજબ વર્તન કરવાનો અધિકાર નથી.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lm43ry

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages