મહિલા સાથે 'દોસ્તી' મામલે મેજર ગોગોઈના પદમાં ઘટાડો, કાશ્મીર ખીણની બહાર બદલી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

મહિલા સાથે 'દોસ્તી' મામલે મેજર ગોગોઈના પદમાં ઘટાડો, કાશ્મીર ખીણની બહાર બદલી


(પીટીઆઈ) શ્રીનગર, તા. 5 મે, 2019, રવિવાર

૨૦૧૭ની સાલમાં શ્રીનગર પેટા ચૂંટણી વખતે 'માનવ ઢાલ' વિવાદને લઈ ચર્ચામાં આવેલા મેજર લીતુલ ગોગોઈને સ્થાનિક મહિલા સાથે દોસ્તીને અનુસંધાને પદ વરિષ્ઠતામાં ઘટાડાનો સામનો કરવો પડશે.

 સેના મુખ્યાલયે આ મામલે તેમને સજાની પૃષ્ટિ કરી છે અને સજાના ભાગરુપે તેમની કાશ્મીર ઘાટીની બહાર બદલી કરી દેવામાં આવશે. કોર્ટ માર્શલને અનુસંધાને મેજર ગોગોઈની વરિષ્ઠતામાં છ મહિના માટે ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૮ની સાલના મે મહિનામાં તેઓ એક સ્થાનિક મહિલા સાથે શ્રીનગરની હોટેલમાં ગયા હતા અને રુમ મુદ્દે તેમણે હોટેલના સંચાલકો સાથે બોલાચાલી કરી હતી.

કોર્ટ માર્શલમાં ગોગોઈ અને સ્થાનિક સૈન્ય જવાન(તેમનો ડ્રાઈવર) સમીર મલ્લાને બે આરોપો-નિર્દેશોમાં દોષી સાબિત થયા હતા. તેઓ સ્થાનિક મહિલા સાથે દોસ્તી કરવા અને અભિયાન દરમિયાન ફરજની જગ્યાથી દૂર રહેવા મામલે દોષી સાબિત થયા હતા.  સમીર મલ્લાના યુનિટના કંપની કમાંડરને તેની સજા અંગે નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. 

મલ્લા પર અનધિકૃતરુપે અનુપસ્થિત રહેવાનો આરોપ લાગેલો છે. ફેબુ્રઆરી મહિનાની શરુઆતમાં મેજર ગોગોઈ અને તેમના ડ્રાઈવર વિરુદ્ધ 'સમરી ઓફ એવિડન્સ' પૂર્ણ થયા બાદ કોર્ટ માર્શલની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. સૈન્ય અદાલતે બંને આરોપી તથા સાક્ષીઓના નિવેદન નોંધીને સજા નિશ્ચિત કરી હતી.

જમ્મુ કાશ્મીર પોલીસે ગત વર્ષે ૨૩ મેના રોજ મેજર ગોગોઈ અને તેમના ડ્રાઈવરની હોટેલના સ્ટાફ સાથે વિવાદ બાદ ધરપકડ કરી હતી. મેજર ગોગોઈ ૧૮ વર્ષીય યુવતી સાથે હોટેલમાં કથિત પ્રયાસ માટે પ્રયત્ન કરી રહ્યા હતા તે સમયે હોટેલના કર્મચારીઓ સાથે તેમને ઝઘડો થઈ ગયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JhdGoE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages