
નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં રેલીને સંબોધતા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર આરોપો લગાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીના જીવનનો અંત એક ભ્રષ્ટાચારી તરીકે આવ્યો હતો.
રાજીવ ગાંધીની એક વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. જોકે મોદીના આ પ્રકારના આક્ષેપોનો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો હતો, રાહુલે જણાવ્યું હતું કે મોદીજી યુદ્ધ પુરુ થઇ ગયં છે, તમારા કર્મો તમારી રાહ જોઇ રહ્યા છે.
તમારા પોતાના વિશે તમારામાં જે વિચારો છે તેને મારા પિતા પર થોપશો તો પણ તમે બચી નહીં શકો. તમને બહુ બધો પ્રેમ અને એક મોટુ આલિંગન. નરેન્દ્ર મોદીના આ નિવેદનની અન્ય નેતાઓએ પણ ટીકા કરી હતી.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મોદીએ શહીદ રાજીવ ગાંધીનું અપમાન કર્યું છે, શહીદોના નામે મત માગીને બાદમાં તેમની શહાદતનું અપમાન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે લગામ સનકમાં આવીને એક પવિત્ર માનવી (રાજીવ ગાંધી)ની શહાદતનું અપમાન કર્યું છે. જવાબ અમેઠીની જનતા આપશે કે જેના માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો. હા મોદીજી આ દેશ હદ્દારીને ક્યારેય માફ નથી કરતો.
નરેન્દ્ર મોદીએ ચાર મેના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીને સંબોધતી વેળાએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી હતા, તેમનું મોત ભ્રષ્ટાચારી નંબર એક તરીકે થયું હતું. મોદી પર રાહુલ ગાંધી રફાલ સોદામાં ભ્રષ્ટાચાર કર્યાના આરોપો લગાવી રહ્યા છે જેને ટાંકીને મોદીએ રાજીવ ગાંધી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vCFYBX
No comments:
Post a Comment