અમિતાભ બચ્ચનને પ્રતીક્ષા બંગલાની દિવાલ તોડવાની એક મહિનાની મુદત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

અમિતાભ બચ્ચનને પ્રતીક્ષા બંગલાની દિવાલ તોડવાની એક મહિનાની મુદત


- જો તેઓ ખુદ નહિ તોડે તો પાલિકા હથોડો વિઝશે તેમને જગાની સામે એફ.એસ.આઇ. મળશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 4  મે  2019, શનિવાર

જૂહુ સ્થિત સંત જ્ઞાાનેશ્વર માર્ગને પહોળો કરવામાં અડચણમાં આવતાં બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પ્રતિક્ષા બંગલાની કમ્પાઉન્ડ દિવાલની જગા મુંબઇ મહાનગર પાલિકા તાબડતોબ તાબા લેશે નહિ. બચ્ચનને આ દિવાલ ખુદે કાઢી નાંખવી, આ માટે પાલિકાએ એક મહિનાની મુદત આપી છે. જો આ સમય મર્યાદામાં બચ્ચને કાર્યવાહી કરી નહિં તો પાલિકા જગા તાબામાં લેવા દિવાલ પર હથોડો વીંઝશે એવું સ્પષ્ટપણે જાણકારી છે. 

જૂહુ ખાતે સંત જ્ઞાાનેશ્વર માર્ગને પહોળો કરવા માટે પ્રતીક્ષા બંગલાના બહારની ખુલ્લી ૮થી ૧૦ ફુટ જગા પાલિકા તાબામાં લેવાશે. અમિતાભના પ્રતીક્ષા બંગલાની બાજુમાં આવેલા ઉદ્યોગપતિ કે.વી. સત્યમૂર્તિના સત્યમૂર્તિ રેસીડન્સની દિવાલ તોડીને પાલિકાએ જગા તાબામાં લીધી હતી. આથી અમિતાભના બંગલા સામે પાલિકાએ કાર્યવાહી કેમ ન કરી એવો સવાલ સત્યમૂર્તિએ ઉપસ્થિત કર્યો હતો. આથી પાલિકાએ ઉપરોક્ત ખુલાસો કર્યો હતો. અમિતાભને એક મહિનાની મુદત આપી છે.

ઉલ્લેખનીય છે કે સંત જ્ઞાાનેશઅવર માર્ગને ૪૫ ફુટનો છે અને તેને ૬૦ ફુટ પહોળો કરવા માટે અડચણરૂપ અમિતાભના પ્રતીક્ષા બંગલો અને સત્યમૂર્તિ રેસીડન્સીના પ્રાંગણની જગા તાબામાં લેવા માટે પાલિકાએ તેઓને નોટિસ આપી હતી. 

આ નોટિસનો જવાબ અમિતાભે આપ્યો ન હતો. પરંતુ કે.બી. સત્યમૂર્તિ વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. પણ અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પાલિકાએ સત્યમૂર્તિ રેસીડન્સીની કમ્પાઉન્ડ દિવાલ તોડી પાડી હતી. અને અત્યારે અમિતાભને એક મહિનાની મુદત આપી છે.

આ સંબંધે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે અમિતાભની જેટલી જગા પાલિકા તાબામાં લેશે તેની સામે વળતર તરીકે એફ.એસ.આઇ. મળશે. ગમે ત્યારે પ્રતીક્ષા બંગલાનું પુનર્વિકાસ કરશે ત્યારે એફ.એસ.આઇ.નો લાભ મળશે. જ્યારે સત્યમૂર્તિ રેસીડન્સીએ સેટબેકનો લાભ પાલિકા પાસે એફ.એસ.આઇના સ્વરૂપમાં લીધો હતો. પણ આ પાલિકાને તાબામાં આપી ન હતી. એમ અધિકારીએ ઉમેર્યું હતું. 




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PPjvem

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages