વર્લ્ડકપમાં ફિક્સિંગનો ભય : પ્રત્યેક ટીમ સાથે એન્ટિ કરપ્શન ઓફિસર રહેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

વર્લ્ડકપમાં ફિક્સિંગનો ભય : પ્રત્યેક ટીમ સાથે એન્ટિ કરપ્શન ઓફિસર રહેશે

લંડન, તા.૧૪

આધુનિક સમયમાં આઇસીસીના અથાગ પ્રયાસો છતાં હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિક્સિંગ અને લાંચ-રૃશ્વતનો સિલસિલો ચાલુ જ હોવાનું મનાય છે. આઇસીસીને ભય છે કે, આગામી વર્લ્ડકપને ફિક્સરો અને બુકીઓ ટાર્ગેટ કરી શકે છે. વર્લ્ડકપની વિશ્વસનીયતા ચાહકોમાં ટકી રહે અને ક્રિકેટની મેગા ઈવેન્ટ સામે કોઈ આંગળી ચિંધી ન શકે તે માટે આઇસીસીએ કમર કસી છે અને ઈતિહાસમાં પહેલી વખત પ્રત્યેક ટીમની સાથે એક ખાસ એન્ટિ કરપ્શન ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. જે ઓફિસર સતત ટીમની સાથે રહેશે અને પ્રવાસ પણ ખેડશે.

અત્યાર સુધી વર્લ્ડકપમાં એન્ટિ કરપ્શન યુનિટના ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવતી હતી. જોકે તેઓને માત્ર મેચોના સ્થળો પર જ ફરજ સોંપાતી. જેના કારણે તેઓ ખેલાડીઓ પર મેચ દરમિયાન જ નજર રાખી શકતા. જોકે આ વખતે આઇસીસીએ તેના મિશન 'ક્લિન વર્લ્ડકપ'ને વધુ સઘન બનાવ્યું છે અને દરેક ટીમની સાથે એક એન્ટિ કરપ્શન ઓફિસરને જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. 

ઈંગ્લિશ મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્લ્ડકપમાં ભાગ લેવા માટે જેવી ટીમો પહોંચશે તેની સાથે તેમની સાથે એન્ટિ કરપ્શન ઓફિસિઅલ જોડાઈ જશે. ઈંગ્લેન્ડની ટીમ સાથે તેની પ્રથમ વોર્મઅપ મેચમાં એન્ટિ કરપ્શન ઓફિસિઅલ જોડાશે. આ ઓફિસિઅલ્સ છેક ટુર્નામેન્ટ પુરી થશે, ત્યાં સુધી ટીમની સાથે રહેશે અને પ્રવાસ ખેડશે તેમજ ટીમના ખેલાડીઓ પર નજર રાખશે. 

રિપોર્ટ જણાવે છે કે, અત્યાર સુધી માત્ર સ્થળો પર જ એન્ટિ કરપ્શન ઓફિસરને જવાબદારી સોંપવામાં આવતી હોવાથી દરેક ટીમોને વર્લ્ડકપ દરમિયાન જુદા-જુદા ત્રણ-ચાર ઓફિસિઅલ્સની સાથે કામ કરવું પડતું, જેના કારણે બંને પક્ષે પરેશાનીનો સામનો કરવો પડતો. જોકે આ સમસ્યાના ઉકેલ માટે આઇસીસીએ આ વખતે દરેક ટીમને તેનો સ્વતંત્ર એન્ટિ કરપ્શન ઓફિસિઅલ સોંપવાનો નિર્ણય લીધો છે. 

દરેક ટીમ તેનો ઓફિસર ખુદ પસંદ કરશે

આઇસીસીએ દરેક ટીમને તેના એન્ટિ કરપ્શન ઓફિસરની પસંદગી જાતે જ કરવાની છુટ આપી છે. ટીમો વર્લ્ડકપ અગાઉની પ્રેક્ટિસ મેચો રમશે, ત્યારથી એન્ટિ કરપ્શન ઓફિસર ટીમની સાથે જોડાઈ જશે. આઇસીસીએ એટલા માટે પ્રત્યેક ટીમને તેનો એન્ટિ કરપ્શન ઓફિસર પસંદ કરવાની છુટ એટલા માટે પણ આપી છે કારણ કે બંને વચ્ચે સુમેળભર્યો સંવાદ થઈ શકે. અગાઉ સાવ અજાણ્યા એવા એન્ટિ કરપ્શન ઓફિસરની સાથે વાત કરવામાં ખેલાડીઓ ખચકાટ અનુભવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતુ, જેના કારણે આ પ્રયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q3vKnp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages